SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તને આધાત થાય એ બનવા જોગ છે; તથાપિ વિચાર અને જ્ઞાનપૂર્વક તેને દૂર હટાવી પરમાત્મ તત્ત્વમાં લીન થવાથીજ આપણી ઉન્નતિ છે. ‘આ મારા પુત્ર છે અને હું તેની માતા છું” એવા મેાહજન્મ ભાવથીજ પુત્રના સંયોગે હા, અને વિયેાગે ખેદ થવાના પ્રસંગ આવે છે. પશુ · આ પુત્ર અને હું માતા ' એવી દેહજન્ય ભાવના કલ્પિત છે, એમ જાણી જેને હું' પુત્ર માનું તેમાં પણુ સચ્ચિદાનંદ (સમ્માન દર્શન ચારિત્ર) મય આત્મા છે, તેમ હું જે માતા છું" તેમાં પણ તેવાજ સ્વરૂપમય આત્મા છે. એ ભાવ દૃઢપણે યથાર્થ જાગ્રત થવાથી પુત્ર માતા તરીકેના દેહજન્ય ક્ષણિક સબધને વિસ્મૃત કરી સચ્ચિદાનંદઆત્મા તે અવિનાશી જાણુવાથી સાગ વિયેાગમાં હર્ષ શાકના નાશ થઇ, અનુકુળ પ્રતિકૂળ પદાર્થાંમાં, સંયાગ વિયેાગમાં વા સુખ દુઃખમાં પણુ પરમાત્મ સ્વરૂપમય લક્ષ્ય હાવાથી પરમાન દતી રમણતામાં તે પરમ શાંતિને વેઢે છે. દેવી ! આ દુઃખના ભારથી ડુબી જતાં તમારૂં' તેજસ્વી શરીર કષ્ટથી નિસ્તેજ થઇ ગયું છે તે જોઇ મારૂ હૃદય દુભાય છે. માટે શાંત થાઓ, પરમાત્મ પ્રેમમાંજ મગ્ન રહે અને પ્રારબ્ધ કર્યાંથી નાશીપાસ થઇ ખેદ ન કરતાં જે થાય તે જોયા કરી. " આ પ્રમાણે પતિદેવના તત્ત્વપૂર્ણ બેધામૃતથી પ્રસન્ન થયેલ તારામતી પેાતાના મૃત પુત્રને ચિતાપર મૂકી અગ્નિદાહની તૈયારી કરે છે, એવામાં રાજાએ હસીને કહ્યું કે— દેવી તમે વિદુષી થઇ પતિને શું ધર્મભ્રષ્ટ કરવા ઇચ્છા છે ? મારા માલીકનુ` ફરમાન છે –શમશાન ભૂમિના કર લઇ શાને અગ્નિદાહ માટે રજા આપવી ' તું જે મડદાને ખાળવા આવી છે, તેના પ્રત્યે પુત્ર તરીકેના મારા તારા જેટલાજ હક્ક છે, પરંતુ અત્યારે હુ· સેવક ધર્મ થી બંધાયેલ હાવાથી હું' મારા સેવક ધમને કલ ંકિત કરી શકું તેમ નથી; આ સાંભળતાં આશ્ચર્ય મુગ્ધ સતીએ જણાવ્યું કે— નાથ ! કર કાને અને કાની પાસેથી લેવા ? હું અને આ પુત્ર આપનાજ છીએ તેા ધરના માણસનેા કર કેમ લેવાય ? એટલે નીતિમાન રાજાએ કહ્યું —દેવી ! નેકરી રહેતાં મારા માલીકે ધરના માસને માટે કર ન લેવાની છુટ આપી નથી તેથી લાચાર છું. મારા ધરતા કાયો નથી પણ માલીકના કાયદો છે, એ કાયદા ભંગ કરવા જતાં સ્વાર્થ અન્યાય અને વિશ્વાસઘ્ધ તનુ મહાપાપ ઉભુ” થાય છે. માટે કાયદાને આધિન રાખવા કરતાં તેને આધીન મારે રહેવુ, એમ નીતિ શાસ્ત્રકાર ફરજ પાડે છે. ' આથી તારામતી ખેલી Ý— પ્રભુ! મારી પાસે પૈસાનું સાધન નથી તેા હું કર કેવી રીતે આપી શકું ? માટે ક્ષમા કરી આ વિપત્તિના વાદળમાંથી મને મુક્ત કરો. નહિ તાજેમ આ મારા પુત્ર છે તેમ તમારા પણ પુત્ર છે. તેથી તે આપને સુપ્રત .
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy