SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ જણી સતી પતીસમાગમના ભારે ઉલ્લાસથી એકદમ ઉભી થઈને રાજા તરફ દેડી જતાં તેના ચરણમાં નમસ્કાર કરીને બેલી કે–નાથી આપ મારા શિરછત્ર અને મુગટમણી છો, અત્યાર સુધી અજ્ઞાતપણે વાત કરતાં નાય! આપના પ્રત્યે અવિનય કે અવગણના થઈ હોય તે ક્ષમા કરશે, હદયદેવ! આપે મને ઓળખી ? હું આપની ચરણરજ સમાન દાસી તારામતી છું” અહા! આ હદયભેદક શબ્દો સાંભળતા હરિશ્ચંદ્ર પણ તરત મૂર્શિત થઈ ધરણી પર ઢળી પડશે, રાજાને મુછી પામેલ જોઈ સતીને બહુ દુઃખ થયું. તરત તે પાસે આવી અને આસ્તેથી રાજાના શીરને પિતાના ખોળામાં લઇ વસ્ત્રવતી પવન નાખવા લાગી. પવિત્ર સતીની નિર્મળ ભક્તિના પ્રભાવથી કુદરત પોતે જાણે પ્રસન્ન થઈ હોય તેમ ક્ષણવારમાં શીતલ પવનથી રાજા સાવ ઘાન થશે અને સતીને પિતાના હૃદય સાથે ચાંપી પવિત્ર સતીના નિર્મળ કપિલ ઉપર પ્રેમદાન આપી દુઃખના ભારથી બાયેલ તે સતીને આશ્વાસન આપતાં બોલ્યો કેદેવી ! પુન્ય મૂર્તિ ! " सुखस्य दुःखस्य न कोपि दाता परोददातीति कुबुद्धिरेषा ! अहं करोमीति पृथाभिमानः स्वकर्मसूत्रे ग्रथितो हि लोकः ॥" આ વિશ્વરચનામાં રમણ કરતાં અનંત જેમાંના કોઈ પણ દેહાત્માને આપણે સુખ કે દુઃખ આપવાને શતિમાન નથી, તેમજ તેઓમાંને કઈ પણ જીવાત્મા આપણને સુખ દુઃખ આપવાને સમર્થ નથી, “અન્ય જીવોને આપણે સુખ દુઃખ આપી શકીએ એ ભાવનાને વૃથાભિમાન કહેલ છે, તેમજ અન્ય જીવાત્માઓ આપણને સુખ દુઃખ આપશે–એવી ભાવનાને કુબુદ્ધિ કહી છે. દરેક જીવાત્મા પિતાના પૂર્વ પ્રારબ્ધ કર્મની સત્તાથી જ સુખ દુઃખને પામી રહ્યા છે. માટે આણું આવી આપત્તિ જોઈ અણુમાત્ર પણ ખેદ કરવાની જરૂર નથી. પરમાત્માના દીવ્ય તત્વથી જેનું હૃદય રંગીત થયેલ છે, તે ભક્તાત્મા તે ગમે તેવી આપત્તિમાં પણ પિતાના આત્માને શાંત્વન આપતાં તે એ બધ આપે છે કે જીવ તું શીદ શોચના ધરે, પ્રભુને કરવું હોય તે કરે.” આપણા સુખ દુઃખની કલ્પના કરી માનસિક જીવનને ચિંતા તથા ખેદના ભાવથી મલીન કરવા કરતાં તે ચિંતાને ભાર પ્રારબ્ધ ઉપર મૂકતાં જે જે થાય તેને પ્રારબ્ધ વિપાક જાણું, સમપરિણામે ભોગવી, તે કર્મસત્તાથી મુક્ત થવામાંજ આપણી મહત્તા છે. દેવી ! એકના એક કુળ દીપક પુત્રના અકાળ મરણથી અને આપણી આ ભયાનક આપત્તિથી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy