SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ -- “હું અને મારું” એજ જીવાત્માને બંધન છે. તે ઈશ્વરને ર્તા માનીને વા કર્મને કર્તા માનીને હુંપણું (અહંકાર) દેષ કહાડવાની જરૂર છે. અનંત કાલના અજ્ઞાનપણાને લઈ દેહાધ્યાસ બુદ્ધિથી દરેક પ્રક્રિયામાં “હું આમ કરી શકું, આને મારી શકું ને આને જીવાડી શકું, આમ કરૂં ને તેમ કરું” એ અહંકાર દેશને નાશ કરવા માટેજ ઈશ્વર વા કર્મને કર્તા તરીકે માનનારાએને ઉદ્દેશ છે. તે ઉદેશ તરફખ્યાલ ન પહોંચાડતાં અર્થાત અહંકારાદિ દોષોને નાશ કરતાં “ઈશ્વર કૉાં છે તે વાત સાચી છે, વા કર્મ કર્તા છે’, તેજ વાત સાચી છે–એમ કદાગ્રહપણે માની વાદવિવાદ કરવામાં ઈષ્ય તથા ક્લેશની વૃદ્ધિ કરવાનું થાય છે, અને અમૂલ્ય સમય નિરર્થક પ્રવૃત્તિઓમાં ઉફાં (તરા) ખાંડવામાં વ્યર્થ ગુમાવવાનું થાય છે. આ કારણથી શ્રીમાન હેમચંદ્રાચાર્યજીએ વિચાર્યું કે જેન જેવા પવિત્ર દર્શન પ્રત્યે શંકરાચાર્યજીની ખેતી ઉશ્કેરણુથી લેકેના હૃદયમાં આશંકા વા અરૂચિભાવ થાય, એ અન્યાય આપવા જેવું થાય છે. જેથી પિતાના જ્ઞાન– ધ્યાનની પ્રવૃત્તિને ઘડીભર મંદ કરી સમાજની સેવા કરવી, એ પણ એક મહાન ધર્મ છે–એમ સમજી “જેનદર્શન સત્ય છે, તેને નાસ્તિક કહેનાર ભૂલ કરે છે” એમ દર્શાવવા, સત્યનો પ્રકાશ ફેલાવવા પોતાની જીંદગીને ભોગ આપી જેનસમાજને ટકાવી રાખે છે. જે તે સમયમાં હેમચંદ્રાચાર્યજી ન હોત, તે આજે જૈન સમાજ એવું નામ પણ ભાગ્યેજ હયાતી ધરાવતા તેમણે સમાજસેવાના મહત્કાર્યથી ઉત્કૃષ્ટ પુન્ય ઉપાર્જન કર્યું. એક સમયે તપના બળથી દેવીનું આરાધન કરી દેવીની પ્રસન્નતા મેળવી પિતા કરતાં અધિક જ્ઞાની પાસે પૂછાવ્યું કે—મારા તથા કુમારપાલના હજી કેટલા ભવ બાકી છે?” દેવીએ પરમજ્ઞાનીને પુછી ઉત્તરમાં શ્રી હેમચંદ્રાચાર્યજીને બતાવ્યું કે –“ કુમારપાલના ત્રણ ભવ બાકી છે અને આપના પાંચ ભવ બાકી છે. કારણ કે કુમારપાલ કરતાં આપે જનસમાજની ઉન્નતિનાં ઘણુંજ મહત્કાર્યો કર્યા છે. તેમજ હજુ પણ આપના હાથે સેવાનાં મહાન પુનિત કાર્યો થવાનાં છે. જેથી કુમારપાલ કરતાં આપના વધારે બે ભવની જનસમાજને આવશ્યકતા છે.” આ સાંભળી શ્રીમાન હેમચંદ્રાચાર્યજી ઉલ્લાસમાં આવી દેવીને કહેવા લાગ્યા કે—મારા નિમિત્તથી સત્ય તત્ત્વને પ્રકાશ ફેલાતો હોય, કઈ પણ જીવાત્મા સંસારના બંધનથી મુક્ત થઈ પરમાર્થ તત્વને પામી શકતે હોય; સન્માર્ગ પ્રત્યે અન્યાય કરનારને પરાસ્ત થતું હોય, જનસમાજના હદથની આંતરિક લાગણીઓ માયિક બંધનથી છુટી પરમાત્મ-તત્તવ ભણી વળતી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy