SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તીશભાવના જાગી, પણ બારેમાસ લેણું લેવા આવનાર લેણદારોની સાથે લેવડદેવડની પ્રવૃતિ રહેવાથી તે ઉપાધિમુક્ત થઈ શકતો ન હતો. તેથી તેણે બધા લેણદારને પંદર દિવસની મુદતની નોટીસ આપી જણાવ્યું કે જે જે આસામીઓ મારી પાસે માગતા હોય, તેમણે પંદર દિવસમાં પિતાનું લેણું મળ તથા વ્યાજ સહિત લઈ જવું નહિતો પંદર દિવસ પછી લેણું લેવા આવનારને એક પાઈ પણ મળશે નહિ.” આ નોટીસની લેણદારને ખબર પડતા હજારે માણસે પોતાની મુળ રકમો લેવા આવ્યા. તે વખતે પંદર દિવસ સુધી લેણદારેની બહુજ ભીડ જોતાં પાડેસીને વેપારીની દયા આવતાં તેણે કહ્યું કે “ભાઈ ! હમણા આપને ઘણુંજ પ્રવૃત્તિ રહે છે. પહેલાં આટલી પ્રવૃત્તિ ન હતી. હમણા વધારે પ્રવૃત્તિથી આ૫ મુંઝાતા ના દુઃખી થતા હશે.” એટલે વેપારીએ કહ્યું કે મારી બાહ્ય પ્રવૃત્તિ જોઈ આપને તેમ લાગતું હશે, પરંતુ હું જરાપણ દુઃખી નથી તેમ મુંઝાતો પણ નથી. કેમકે પંદર દિવસની પ્રવૃત્તિને આનંદથી સહન કરી લઈશ જેથી ભવિષ્યમાં જરાપણ મને પ્રવૃત્તિ રહેશે નહિ. સર્વથા નિવૃતિ મળવાથી સ્થિરતા અને નિરૂપાધિથી પરમાત્મધ્યાનમાં મગ્ન થઈ આત્મસાધન કરી શકીશ. જેથી તમને દેખાતી આ પ્રવૃત્તિ માટે નિવૃત્તિનું પરમ સાધન હોવાથી અતિ આનંદ છે. તે પ્રમાણે અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત જીવો સાથે રાગ-દ્વેષને લઈવૈર-વિરોધ વધારી અજ્ઞાનપણે કર્મબંધન ક્યો પછી જ્ઞાનદશા થયા છતાં પણ પૂર્વના નિકાચિત કર્મને ભોગવ્યા વિના તેને ક્ષય થતું નથી. તેથી આત્મજ્ઞાની ધર્મિષ્ઠ મહાત્માએ જગતના જીવોને નોટીસ આપી છે કે અમારી સાથે કાઈપણ આત્માનું સુખ વા દુઃખરૂપ લેણું હોય તેણે ત્વરાથી લઈ જવું. કેમકે અમો એક બે કે ચાર ભવમાં વા તરતમાંજ કર્માવરણોથી મુક્ત થઈમેક્ષસ્થાને જવાના છીએ, જેથી કર્મનું લેણું અલ્પ સમયમાં પતાવી દેવા નું છે. આ પ્રમાણે જ્ઞાનદશા થયા પછી પણ અજ્ઞાનપણે બાંધેલાં ભેગવવાનાં કર્મો બાકી ઘણાં રહ્યાં છે અને સંસારમાં રહેવાને સમયડે છે. જેથી અલ્પ સમયમાં ઉપસર્ગો-દુઃખો વિગેરે ઘણું કર્મો ઉદયમાં આવવાથી સામાન્ય બુદ્ધિવાળાને ધર્મિષ્ટ આત્મા દુઃખી જણાય છે, પણ તે થોડા સમયમાં જ દુઃખ મુક્ત થઈ પરમ શાંતિ અને સુખમય સમાધિને પામવાના છે, જ્યારે અજ્ઞાની પાપકૃત્ય કરનાર પાપી આત્મા અત્યારે સુખી દેખાય છે, પણ ભવિષ્યમાં અનંત ભવ વા ઘણે કાલ સંસારમાં રખડવાને તથા નરક નિ ગેદાદિકનાં ભયંકર દુઃખો ભોગવવાને છે, તેથી અત્યારે બિચારો સુખી દેખાય છે, પણ વસ્તુ તે સુખી નથી, પરંતુ અનંત દુઃખનું આવરણ તેને રહ્યું છે; છતાં પુન્યાનુબંધી પાપના ઉદયથી વર્તમાને તે થોડા વખત સુખી દેખાય છે. એ શાંતિઃ |
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy