SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ એક વિચિત્ર સમજને ખુલાસે કેટલાક લેકે એમ પ્રશ્ન કરે છે કે – કસાઈને ઘેર કુશળ અને ધમને ઘેર મુશળ” તેનું કારણ શું ? અતિ પાપ કરનાર આર્થિક સંબંધમાં સુખી દેખાય છે અને પવિત્રાચરણે ધર્મિષ્ટ આત્મા દુઃખદેખાય છે, તેનું કારણ શું? સામાન્ય બુદ્ધિથી વિચારતાં પાપી સુખી અને ધમ દુઃખી એમ જણાતું હશે, પણ વસ્તુ તેમ નથી, સુખ અને દુઃખ એ આર્થિક પ્રવૃત્તિમાં નથી. પણ માનસિક ભાવનામાં છે. જગતના દશ્ય પદાર્થો સુખ દુઃખના નિમિત્ત ભૂત હશે, પણ પરિણામભૂત નથી. એક જીવાત્મા લક્ષાધિપતિ હોય છે, છતાં સ્ત્રી, ધન, પુત્રાદિના પ્રતિકુળ નિમિત્તોને લઈ અંતરમાં અશાંતિ-ખેદને વેદે છે, જ્યારે અન્યાત્મા આર્થિક સ્થિતિમાં મંદ (દરિદ્ર) હેવા છતાં માનસિક પવિત્રતા અને હાર્દિક શુ હિથી પરમાનંદમાં મગ્ન હોય છે, આથી પદાર્થના સંગ વિયેગથી સુખ દુખની માન્યતા સિદ્ધ થતી નથી. પુત્રહીન (વાંઝીયો) પુત્રના અભાવે પિતાને દુભગી,(દુઃખી) માને છે અને પુત્ર ઉત્પન્ન થતાં પોતે સુખી બનશે એમ માને છે, - જ્યારે પુત્ર દુરાચારી જુગારી કે કુલાંગાર પાકે, તે તે પુત્રની હયાતીથી પિતા પિતાને દુઃખી માને છે અને તેના અભાવે પિતાને સુખી માને છે. અપરિણીત આત્મા સ્ત્રીસંગથી સુખ મળવાની માન્યતા કરે છે, જ્યારે પરિણીતાત્માને સ્ત્રી કુલટા, કલેશી મળી હોય તે પિતાને દુ:ખી માને છે. કહો, સુખ દુઃખ સ્ત્રી પુત્રમાં રહ્યું ? નહિ જ. માત્ર મનના પરિણામમાંજ સુખ દુઃખની સ્થીતિ રહી છે. સ્ત્રી પત્ર તથા ધનાદિ પદાર્થોના સંગથી પુન્યોદય અને અભાવથી પાપે દયની માન્યતા કરવી એ અજ્ઞાનતા છે. શાસ્ત્રકાર તે કહે છે કે- ઈચ્છા પ્રમાણે સાનુકૂળ મળે અને ભોગવતાં રતિ ઉપજે-આનંદ રહે તે પુન્યોદય’ અને ઈચ્છાવિરૂદ્ધ પ્રતિકુળ મળે તથા ભોગવતાં અરતિ (કલેશ) ઉપજે તે પાદિય.” માટેજ સુખ દુઃખ એ મનના પરિણામને આધીન છે, છતાં ઘણી વખતે બાહ્ય દેખાવથી એક પાપી આત્મા જાહેરજલાલી ભોગવતે જણાય છે અને એક પવિત્રાત્મા મહાકષ્ટ ભેગવતિ જણાય છે. તેમાં અપૂર્વ આશય રહ્યો છે. * એક વેપારી પાસે હજારો લેણદારો કઈ ૨૫-૫૦-૧૦૦-૧૦૦૦ કે દશ હજાર એમ જુદી જુદી રકમ માગે છે. વેપારીને નાની નાની રકમો થઈ રૂ. એક લાખનું દેણું છે. કોઈ લેણદાર બેચાર દિવસે વા મહિને વ્યાજ લેવા આવે અને કઈ મૂળ રકમ લેવા પણ આવે. કઈ મહાત્માના સત્સંગથી વેપારીને સબંધ લાગતાં આત્મશ્રેય કરવાની
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy