SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણુના પ્રેમાળ માતાપિતા સ્વર્ગે સીધાવ્યા પછી કરેલા સંક૯પની સ્થિતિ પૂર્ણ થતાં તેમણે પોતાના વડીલ બંધુ નદીવર્ધન પાસે દીક્ષાની અનુમતિ માગી. બંધુપ્રેમથી રેમેરમ રંગાયેલ વડીલ ભ્રાતાને તેથી વજાઘાત જેવું થયું, અનેં દ્રવિત હૃદયથી તે બેલ્યા કે–“હે લઘુ બાંધવ! માતા પિતાના વિયેગનું અસહ્ય દુઃખ હૃદયમાં રમ્યા કરે છે, ત્યાં આપને વિયોગ" વિનસ શાહ રિપ?િ” ચાંદા ઉપર ક્ષાર નાખવા જેવું શું કરે છે ? માટે કૃપાવંત થઈ હમણા સંસારમાં રહીને જ આત્મશ્રેય થાય તેમ કરે. ભગવંત નિર્મોહી કુટુંબ બંધનથી મુક્ત હતા; છતાં વડીલ બંધુની તે આજ્ઞાને માન્ય રાખી ઉદ્દભવેલી દીક્ષાની ભાવનાને ઉપશમાવી બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. પ્રભુ જે કે અનંત શક્તિમાન હતા, જેથી આત્મશિથિલતાને એક પણ વિકલ્પ તેમના અનંત શકિતયુક્ત હૃદયમાં પ્રવેશ કરી શકે તેમ તો ન જ હતું, છતાં “મારી પછી મારા માર્ગે ચાલનારા મુનિઓ મારા છનનને જે તે પ્રમાણે વર્તશે, તેજ સ્વપર-ઉભયનું શ્રેય સાધી શકશે.’ એમ જાણું પ્રભુએ વિચાર કર્યો કે– રાજકીય વૈભવના પૂર્ણ સુખમાં વૃદ્ધિ પામેલ આ સુકોમળ શરીર, ત્યાગ લીધા પછી શીત તાપ સુધા તૃષાદિ દેહનાશક પ્રાણાંત ઉપસર્ગોના સમયમાં દેહ સોગે રહેલું અંતઃકરણ જરા પણ શિથિલતા કે અર્ધર્યને આધીન ન થાય, માટે પ્રથમથી જ મનેયત્ન (ટેવ) આદરવાની જરૂર છે.” એમ ધારી વડીલ બંધુના પ્રેમાગ્રહથી પ્રભુ બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, પરંતુ તે દરમ્યાન પ્રભુએ ત્યાગ પછી જે જે રાગજનિત સાનુકૂળ સગે અને ઠેષજનિત પ્રતિકુળ સંગેમાં જે સમતા દેહતા સહિષ્ણુતા વૈર્ય અડગત્તિ આત્મબળ જોઈએ, તે મેળવવા બે વર્ષમાં પ્રભુએ પૂરતી રીતે અનુભવ કર્યો. જ્યારે પ્રભુના જીવનથી દીક્ષા માટે કેટલી ધીરજ અને સ્થિરતા જોઈએ, એમ સમજાય છે. ત્યારે આજે તેનાજ સાધુપણાને દાવો કરનાર કેટલાક કહેવાતા મુનિએ માતપિતા વા કુટુંબીઓની આજ્ઞા વિના, દીક્ષા લેનારની પૂર્ણ પરીક્ષા પણ. કર્યા વિના, તેનું ગૃહસ્થાશ્રમનું જીવન કેવું પવિત્રકે નોતિયુક્ત હતું તે તપાસ્યા વિના, ગીરમીટીઆ મજુરે રાખનાર દક્ષિણ આફ્રિકાના દાસલુબ્ધ માલીશ્ચની માફક શિષ્ય મેહલુબ્ધ કેટલાક મુનિઓ તેને એકદમ મુંડી દે છે, તેનું પરિણામ શું આવે છે? એ હવે અંધશ્રદ્ધારૂપ વાદળને વિલય થતો હોવાથી વિચારબળના પ્રકાશમાં રહેલા બુદ્ધિશાળી આત્માઓ સશે તો નહિ પણ બહુધા જાણવા શક્તિમાન થયા છે, એટલે તે બીનાને ચિતરવાની આવશ્યકતા જણાતી નથી. કેટલાક ભેળા જેવો પ્રશ્ન કરે છે કે –“તમારે (મુનિઓને)
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy