SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ્ર નિમિત્તો આધારે નથી, પણ શુભાશુભ નિમિત્તો સાથે પરિણમતી અધ્યવસાયની ધારાને આધીન છે. મહાવીર દેવે પાતાના વ્યવહાર જીવનને પ્રથમ અખાધપણે વ્યતીત કર્યું છે, તેથીજ તેમનું પરમાર્થ જીવન લેકાનુ શ્રેય સાધવા શક્તિમાન બન્યુ છે. ગર્ભમાં મુદ્ધિ અને યાગની મંદતા હાય છે, છતાં પ્રભુએ મહત્ પ્રવૃત્તિ સાધી છે. ગર્ભમાં આવ્યા પછી પ્રભુએ જાણ્યુ કે માતાના પ્રેમ અલોકિક છે, જન્મ આપનાર માતા મહાન ઉપકારક છે, તેની પૂ. ભક્તિ કરવી—એજ ભકત વત્સલ પુત્રનું કર્ત્તવ્ય છે.’ એમ જાણી મારા ભારથી માતાના સુકામળ અંગને દુ;ખ થશે’ માટે પ્રભુએ પોતાના લધુ અવયાને સદાચી ઘડીભર પોતે દુઃખ વેઠી માતાના સુખને માટે ગુપ્તપણે રહ્યા, પશુ ઉદરમાં ગર્ભનું સંચરણુ ન થવાથી ગર્ભ માટે માતાને આશંકા તથા ખેદ થવા લાગ્યા. પ્રભુની પ્રેમાળ માતા પ્રત્યે કરેલી સુખ પ્રવૃત્તિ પુત્ર પ્રેમાળ માતાને દુઃખ રૂપ થાય છે—એવુ જ્ઞાન થતાં તરતજ અંગેપાંગનું સંચરણ કરી પોતાની પ્રેમાળ માતાને પ્રસન્ન કરી; એટલુંજ નિહ પણ તેની સાથે પોતે એવા અભિગ્રહ કર્યાં કે- માતા પિતાની હયાતીમાં દીક્ષા ન લેવી પણ તેમના દેહાવસાન પછી ત્યાગ દશા ધારણ કરવી.’ અહા ! ધન્ય છે માતૃવત્સલ મહાવીરને ! જેણે માતાના સુખને માટે સંસારને સ્વીાર્યાં. આજે જન્મદાતા ઉપકારક માતાને રખડતી રઝળતી મૂકી, ત્રાસ આપી કલેશ કરાવી, માતાથી દૂર ભાગતા કરી સંતાતા, માતાની આંતરડીને કકડાવી દીક્ષા લેવામાં કલ્યાણુ માનનારા મુદ્ધિ શૂન્ય આત્માઓને તે વખતે પ્રભુના જીવનની આ માતૃ પ્રેમાળ ચિત્ર લેખા ધ્યાનમાં નહિ આવતી હાય ? અરે ! પણ જેણે વિચાર બળને ગિરીજ મૂકયુ* છે, એવા ગાડર પ્રવૃત્તિમાં તણાતા ગભરૂઓને આ પ્રભુના જીવનની ચિત્ર લેખા ધ્યાનમાં કયાંથી ઉતરે ? શિષ્યષુબ્ધ કેટલાક ગુરૂઓને પણ શિષ્યના લાભાંષપણામાં વિચાર રૂપ પ્રકાશા અભાવ થતાં આ જીવન રેખા ધ્યાનમાં આવતી નથી. તેા પછી અલમો અનેસાયુક” એ પરિસ્થિતિમાં ગણાતા કેટલાક વિચાર શૂન્ય આત્માતે માહાંધ વૈરાગ્યમાં આ રેખાના પ્રકાશ જણાયજ કયાંથી ? પ્રભુના જીવનમાં વિચાર ગર્ભિત - તત્ત્વ રહસ્ય યુક્ત ભવ્યાત્માઓના શ્રેયના નિમિત્તભૂત આવી અસખ્ય રેખાઓ રહેલી છે, જેના ચિતાર આપતાં સેંકડા પાનાં ભરાય; તા પણ ભગવંતના જીવનની રેખા ચિતરી શકાય તેમ નથી. લેખની સિદ્ધતા માટે અહી એ ચાર લેખાનીજ આલેખના કરવાથી કર્તવ્યતા ધ્યાનમાં આવશે, તે પણ શ્રેયનું કારણ છે,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy