SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, મન ઈદિને દમ નથી, વરૂપ ઉત્પાદક સદ્વિચાર, સદ્દભાવના અને સ&િયાદિ સત્સાધનામાં રમતા નથી; છતાં મેક્ષ તથા સુખની ઈચ્છા રાખે છે, એ તે ભલા કેવું આશ્ચર્ય ? અગ્નિમાં સુઈને શાંતિ ઈચ્છવા જેવું, ઝેર ખાઈને જીવતર ઈચ્છવા જેવું, આશ્ચર્ય છે. શીયળ વા બ્રહ્મચર્યની ત્રિધાગે અખંડ પ્રાપ્તિ હોય, સત્યદશાની પૂણે ખાત્રી હોય અને સ્વસ્વરૂપની અખંડ શ્રદ્ધા હેય, તે તે અગ્નિમાં સુઈને શાંતિની ઈચ્છા રાખવી, ઝેર ખાઈને જીવનની ઈચ્છા રાખવી વ્યાજબી છે, પરંતુ તે દિશામાં એક અંશ પણ ન હોય એટલે આત્મજ્ઞાન વિના પણ બહું આત્મજ્ઞાની છું' એમ માની, અધ્યાત્મીને બે ડાળ રાખી, શીયળ વા બ્રહ્મચર્યપણાનું નકામું ફાણ રાખી જગતના ક્ષણિક બાહ્ય રંજક છોને આત્મજ્ઞાનીપણું બતાવી આધ્યાત્મિક મહાત્માપણને ખાલી ફક રાખવો–એ આ સ્થૂલ દેહધારી જીવાત્માને તો ઉંધે માથે ઘાણીમાં માથું નાખી પીલાવા જેવું થતું હોય તેમ જણાય છે. જ્ઞાનદશા વિના અધ્યાત્મપણાને. ખે ડાળ કરનાર, ભોળા છોને ભમાવી પુદ્ગલમાં એક સમય પણ રમણતા થશે તે નિઃશંક અગ્નિમાં બળી જવાશે, મરી જવાશે, અરે ! અનંત સંસારની વૃદ્ધિ થઈ જશે. માટે અપ્રાપ્ત દશાને પ્રાપ્ત માની જ્ઞાની થવા કરતાં, સંત મનાવા કરતાં તે દશાની નિરંતર ભાવના રાખી મહાત્માની ભક્તિમાં નિશદિન સમય વ્યતીત થશે તે અવશ્ય સિદ્ધિ થશે, નિઃસંદેહ મેલ મળશે, નિઃશંક ઉદય થશે. અનંતકાલથી સંસારમાં ભવભ્રમણ કરતાં, અનંત સાધનનું શુભ પરિણામે સેવન કર્યા છતાં પણ અશરીરીદશાની પ્રાપ્તિ હજી કેમ થઈ નહિ ? તે અનંત સાધનમાં એવું કર્યું અપૂર્વ અપ્રાપ્ય સાધન રહી ગયું હશે કે જેના વિના અનત સત્સાધને પણ નિષ્ફળતાને પામ્યાં ? એને સ્થિરભાવે અત્યંત વિચાર કરતાં જીવાત્માને જણાશે કે–સર્વ સંસાધન એક માત્ર નિગ્રંથ પ્રભુપ્રણીત ધર્મ વિના નિષ્ફળ જેવાં થયાં છે. આ વિચારતાં શંકા ઉદ્દભવે છે કે – ત્યારે શું પૂર્વકાલે સેવેલાં અનંત સાધનો તે અધર્મ હતાં?” તે તેના ઉત્તરમાં એટલું જ જણાવવાનું છે કે સંત સ્વરૂપને યથાતથ્ય ભાવે ઓળખ્યા વિના, તે પ્રત્યે અખંડ આજ્ઞાએ કર્યા વિના, તે સંત પ્રત્યે અનન્યભાવ પ્રગટ્યા વિના, આંતરિક દષ્ટિ તથા આંતરિક સ્વરૂપરૂપ જે નિર્ગથધર્મ તે પ્રગટ્યા વિના અનંત સાધને પણ બાધકરૂપે પરિણમ્યાં છે. કેમકે અનંત દષ્ટિ વિના એધસંજ્ઞાથી, જોકસંજ્ઞાથી, અવિચારિતપણાથી કેમિથ્યાત્વભાવથી સેવેલાં સત્સાધને પણ સિદ્ધિને યોગ્ય થતાં નથી. માટે અંતર્દષ્ટિભાવે સંત સ્વરૂપ જાણી, તેની અખંડ આણમાં અહર્નિશ વસ્તી, તે સંતને ત્રિધાગે સેવી તે મહાત્માના
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy