SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વિગેરે નામથી દર્શાવેલ છે. સર્વજ્ઞ ભગવાન અને સિદ્ધ ભગવાન સિવાયના દરેક સુક્ષ્મ મથાસ્થૂલ જીવોમાં સ્નેહ તાન્યુનાધિકપણે રહ્યાં છે. જ્યાં દિવસ ત્યાં રાત, એ ન્યાયની માફક જ્યાં ને ત્યાં અરૂચિ ભાવ વા રાગ ત્યાં દ્વેષભાવ રહે છે. પૃથ્વી ઉપરના જળ અને સપાટના દેખાવ ન્યુનાધિપણે (કયાંક જળની વિશેષતા અને ક્યાંક સ્થળની વિશેષતા) રહે છે, તેમ છવાત્માના અંતરમાં રાગ અને દ્વેષની ન્યુનાધિકતા રહે છે. જે વસ્તુઓમાં ન્યુનાધિકપણું રહ્યું છે, પર્યાયાંતર ભાવ રહ્યો છે, તે વસ્તુ પરિણામે જીવાત્માને દુઃખકર્તાજ થાય છે. જેની આદિ, મધ્ય અને અંતમાં જૂનાધિકપણું નથી તથા વિનાશીપણું વા દુઃખ નથી, તેજ વસ્તુ જીવાત્માને પરમ શાંતિ અને પરમ આનંદનું કારણ છે. જે વસ્તુ ઉત્પન્ન કરતાં, ભગવતાં વા નાશ પામતાં દુઃખ આપનાર થાય “પશ્ચાત દુ;ખ તે સુખ નહિ જેને અંતે દુઃખ છે તેનું નામ સુખ છેજ નહિ, પર્યાયાંતર પામતી જણાય તેમાં અજ્ઞાનપણને લઈ ને સુખની માન્યતા થાય છે, પણ વાસ્તવિક રીતે તે સુખ છે જ નહિ. મહાત્મા ભર્તૃહરિ જણાવે છે કે भोगे रोग भयं कुले च्युतिभयं, वित्ते नृपालाद्भयम् । मौने दैन्यभयं बले रिपुभयं, रूपे तरुण्या भयम् ॥ शास्त्रे वादभयं गुणे खलभयं, काये कृतांताद्भयम् । सर्व वस्तु भयान्वितं भुवि नृणां, वैराग्यमेवाभयम् ॥१॥ પાંચ ઈદ્રિયોના વિષથી જીવો સુખ માને છે, પણ તેજ વિષયેથી શરીરમાં અનેક રોગોની ઉત્પત્તિ થતાં દુ:ખનું કારણ થાય છે, મોટા કુળની મોટાઈમાં કેટલાક જેવો આનંદ પામે છે, પણ તેમને જીંદગીભર પિતાના કુળમાં રખેને કઈ કુળ લજાવનાર ન પાકે, તેની ચિંતામાંજ રહી દુઃખ ભોગવવું પડે છે. નિર્ધન મનુષ્ય તૃષ્ણાતુર છેવો ધનમાં સુખ માને છે, પણ “થનારમૈને તુર” પૈસે મેળવતાં ટાઢ, તડકે, સુધા, તૃષા, અપમાન વિગેરેનાં અનેક દુઓ ભેગવે, લેહીનું પાણી કરે, ત્યારે નસીબમાં હોય તો મહા મુશીબતે મળે એટલે મેળવતાં પણ દુઃખ, મળ્યા પછી રાતને દિવસ તેની ચિંતા, તેનું જ રટન, નિદ્રા પણ સુખે ન આવે, ચોરને ભય, અગ્નિને ભય, સ્ત્રી-પુત્ર વિગેરે કુટુંબનો ભય, તથા રાજાને ભય, એવા અનેક ભયજનિત દુઃખોથી પૈસાને સાચવતાં પણ પીડા અને ભગવતાં તથા તેને ખરચતાં (ચમડી તૂટે પણ દમડી ન છૂટે) પણ પીડા, માનમાં દીનતાને ભય, બળવાનપણામાં શત્રને ભય (એને મને વિશેષ બળવાન શત્રુ હરાવી જશે તે ? ) સ્વરૂપવાન સ્ત્રીને
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy