SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર સંબંધ પણ દયા શૂન્ય અને પરોપકારની લાગણી હીન મનુષ્યના હૃદયમાં પરિણામ પામતું નથી. પરોપકારી જીવનને તાદશ નમુનો જે હોય તે અત્યારે મહાત્મા ગાંધીજ છે, કે જેમણે વાર્ષિક બે લાખ રૂપિયાની ઉપજ ને તિલાંજલિ આપી, તન, મન અને ધનથી ઉત્કૃષ્ટ પરિણામ પૂર્વક જન સમાજનું શ્રેય કરી રહ્યા છે. લાખો મીલ મજુરના જીવન ઉપર તાગડધિન્ના કરનારા મીલ માલિકે તરફથી મજુરે માટે જરા પણ દયા કે લાગણી જોવામાં ન આવી, ત્યારે મીલ મજુરોની હારે ચડી, તે લોકોનું શ્રેય ન થાય અર્થાત માલીકે તરફથી મજુરોની યોગ્ય માગણને સ્વીકાર ન થાય, ત્યાં સુધી અન્ન પાણીને ત્યાગ કરી દીધું. બે ત્રણ દિવસના ઉપવાસ થયા. અઠ્ઠમતપથી શાસન દેવી પ્રસન્ન થઈ ભક્તાત્માની ભીડ ભાંગે છે, તેમ મહાત્મા ગાંધીના અઠ્ઠમ તપથી મીલદેવીએ પ્રસન્ન થઈને મજુરોની ભીડ ભાંગી. ખેડાના સત્યાગ્રહમાં પણ પિોતે કષ્ટ વેઠી વહારે ધાયા, ત્યારે પ્રેત દેવતા પ્રસન્ન થયા. રોલેટ બીલને માટે પણ સત્યાગ્રહ ચલાવતાં પંજાબના ગવર્નરે પીવાથી પ્રજામાં ખોટી ઉશ્કેરણી ફેલાયાથી એક બીજાના ખુન ઉપર ઉશ્કેરાયેલી પ્રજાને જોઈ તેની સામે પણ સત્યાગ્રહ ચલાવવા તૈયાર થયા, અર્થાત પ્રજા જુલમ કરશે વા ના. બ્રિટીશ સરકાર પ્રત્યે બેવફાઈથી વર્તશે, તો હું જન્મ પર્યત અન્નનો ત્યાગ કરીશ'. આનું નામ તે સત્યપરોપકાર. વાર્ષિક લાખની ઉપજ છતાં તેને તિલાંજલિ આપી દેશસેવામાં જ પિતાની જીંદગીનો ભોગ આપી દીધો. મહાત્મા ગાંધી હિંદના બારામાં ઉતર્યા ત્યારે જંગલમાં ભજન કરતા યોગીની માફક વસ્ત્રધારી હતા. સ્ટીમરનું નૂર પણ પિતા પાસે રાખ્યું હશે વા બીજાના પૈસાનું સુપાત્ર દાન થયું હશે. પોપકાર એ પરમાર્થ પંથે ચાલવાની સીડી છે. સીડીના નિમિત્તથી મહાલયમાં પહોંચી શકાય છે, તેમ પરોપકારના નિમિત્તથી પરમાર્થ પદને પામી શકાય છે, અન્ય આત્માઓના શ્રેયને જરા પણ વિચાર કર્યા વિના માત્ર પિતાનાજ સ્વાર્થમાં લીન થયેલ પાકાર હીન મનુષ્યાત્મા કુતરાં-બીલાડાં જેમ પિતાનું પેટ ભરવામાં જ સમજ્યા છે, તેની માફક પાશવ જીવન વા તે કરતાં પણ અધમ જીવન ગાળી અમૂલ્ય માનવ દેહને લય કરે છે. મૂઢાત્મા જેમ મેસના પડીકા માટે ચિંતામણિ રત્ન ગુમાવી દે છે, તેમ સ્વાર્થરૂપ કાળી મેસ માટે રત્ન ચિંતામણી કરતાં પણ દેવ દુર્લભ માનવ જન્મને એળે ગુમાવે છે. જેને શાસ્ત્ર કરેએ છ કાય (છ પ્રકાર) ના છની વ્યાખ્યા કરી છે. પૃથ્વી કાય, અપ કાય (પાણીના જીવો), તેઉ કાય (અગ્નિના છો), વાયુ કાય, વનસ્પતિ કાયએ પાંચ સ્થાવર (સ્થિર કોય વાળા) એકંઈકિય છે અને ત્રસકાયમાં
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy