SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ હોય?” ત્યાર પછી અગીયારમાંના અગ્રેસર ઈદ્રભૂતિ વિહાને બીજાને કહ્યું કે “તમે આ યા સંબંધી ક્રિયાની પ્રવૃત્તિ કરતા રહે. હું હમણા તે ધૂર્તને હઠાવી, મારી જ્ઞાન શક્તિના પ્રબળ પ્રભાવથી હરાવી, જ્યધ્વનિને પડ ગજાવી ક્ષણવારમાં આવું છું.' આમ નિર્ણય કરી પાંચસે શિષ્યના પરિવાર સાથે મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યા. પરમ શાંતિમય પરમાત્માને જોતાંજ સૂર્યના કિરણથી જેમ તમપટલ (અધકાર) ક્ષીણ થતું જાય, તેમ ઇન્દ્રભૂતિને ગર્વ ક્ષીણ થવા લાગે. કરૂણાસિંધુ પ્રભુ મહાવીરે વત્સલતાથી કહ્યું કે – હે ઇન્દ્રભૂતિ ! તમે શાંતિમાં છો ? અને તમને આત્માના નિત્યપણામાં આશંકા છે?' પ્રભુના મધુર શબ્દ શ્રવણું કરતાંની સાથેજ પ્રભુને સપ્રેમ તેણે વંદન કરી કહ્યું -“ભગવાન ! આત્માનાં નિત્યપણુમાં મને આ શંકા છે, તેને કૃપા કરી ખુલાસો કરશે.” ભગવંતે તત્વજ્ઞાનના સવિસ્તર ભાવથી તેને સ્પષ્ટ ખુલાસે કરી આવે, એટલે ભગવંત પાસે દીક્ષા લઈ તે પ્રથમ પટેધર (ગણધર) બન્યા. એમ અગીયારે બ્રાહ્મણેએ એક પછી એક આવી પિતાની આશંકાઓ દૂર કરી શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઈદ્રભૂતિ વિગેરે અગીયાર શિષ્યોને ભગવંતે મુખ્ય ગણધરની પદવીએ સ્થાપ્યા. તે ગણધર ચૌદ પૂર્વધારી ઋતકેવલી હતા. પ્રભુ પાસે દીક્ષા લઈ, દ્વાદશાંગીનું અપૂર્વ જ્ઞાન મેળવી, શુદ્ધ ચારિત્ર પાળી, અનેક ભવ્યાત્માઓનું શ્રેય સાધી, આ ભારતભૂમિ ઉપર ચારે બાજુ તત્વજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ ફેલાવી, જનસમાજના હદયમાં સદ્દજ્ઞાનના સંરકાર રાપી, મહાન ઉપકાર કરી, પુનિત ચરણન્યાસથી ભારતભૂમિને પવિત્ર બનાવી, કેવળજ્ઞાન પામી, સર્વ કર્મને ક્ષય કરી મેક્ષમાં ગયા. તે અગીયાર ગણધરેને ક્યા ક્યા પદ સંબંધી શંકાઓ હતી તેનું સામાન્યતઃ વિવેચન નીચે આપ્યું છે . .. . ૧૧ ગણધરેની છ-પદ સંબંધી શંકાઓ તથા તેનું સમાધાન. (૧) ઇંદ્રભૂતિ આત્મા નિત્ય નથી. પાંચ મહાભૂતમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થઈ અને પાંચ મહાભુતાના નાશની સાથે તેને પણ નાશ થાય છે. (૨) અગ્નિભૂતિ આત્માને કર્મ લાગે જ નહિ કેમકે કર્મ છેજ નહિ. (૩) વાયુભુતિ–આત્મા જ નથી. (૪) વ્યક્ત-જડ દ્રવ્ય જગતમાં છેજ નહિ. . (૫) સુધર્મા-જે ગતિમાં જેવો જીવ હેય તે મરીને તે ગતિમાં ઉપજે. (૬) મંડિત-આત્માને બંધ તથા મેક્ષ નથી,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy