SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ થે મેળવવામાં, સાચવવામાં તથા ભોગવવામાં જેટલી આકર્ષણતા અને પ્રીતિ છે, તેના કરતાં અનંતગુણ પ્રીતિ એકાગ્રતા અને આકર્ષિતા, પરમાત્મ તત્વ તરફ ઉદ્દભવે, ત્યારે જ સાચી ભાવના અને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રભુ દર્શનમાં પણ સુંદર સ્ત્રી આદિ મેહક પદાર્થો તરફ વૃત્તિ આકર્ષાય તો તે પ્રભુ દર્શનને ઉપાસક નથી, પણ વિષયપષક વાસનાને ઉપાસક છે–એમ સ્પષ્ટ ભાસે છે. અધ્યાત્મનિષ્ઠ દેવચંદ્રજી મહારાજ કહે છે કે – “પ્રીતિ અનાદીની પરથકી, જે તોડે છે તે જોડે એહ કે” : " અનાદિ કાલની મેહજનિત પ્રીતિ, માયિક પદાર્થો પ્રત્યેની જે તેડે-લય કરે, તે જ પરમાત્મા તરફ પ્રીતિને જોડી શકે. લસણની ગંધવાળા પાત્રમાં તે દુર્ગધને લય થયા વિના કસ્તુરીની સુગંધ પણ દુર્ગધતાને આધીન થઈ ખરાબ થાય છે. તેમ જે અંતરમાં કષાય વિષયાદિ દુર દુર્ગુણેની દુર્ગધ ભરી છે, તે દોષજનિત દુર્ગધને અંતરમાં લય થયા વિના તેના હૃદયમાં પરમાત્મભક્તિ, સદ્દબોધ તથા સદ્દભાવના ઉત્પન્ન થઈ શકતાં નથી. નાસાગ્રસ્થાને વિષ્ટાની ગોળી રાખનાર ભ્રમરને બગીચામાં સુંદર વિકસિત કુસુમોની સુગં. ધની લહેજત આવતી નથી, તેમ સ્ત્રી, ધન, કુટુંબાદક માયિક પદાર્થોમાં આસકિતમય જીવન વ્યતીત કરનાર મોહક જીવાત્માને પ્રભુ દર્શન તથા સદ્દ ગુરૂના બોધની મહાન અપૂર્વતા જણાતી જ નથી. ચિલાતીપુત્ર એક શેઠને ત્યાં નોકર હતો. શેઠની પુત્રી સાથે સ્નેહ બંધન થવાથી શેઠને ખબર પડતાં તેને ઘરની બહાર કહાડી મૂકે. કર્મવશાત તે ચેરની ટોળીમાં ભળી ગયે. ચોરીની કળામાં પ્રવીણ થવાથી એર કેને તે અધિપતિ બન્યો. ત્યારપછી કેટલાક ચેરની સાથે તેજ શેઠના ઘરમાં પ્રવેશ કરી તેની પુત્રીને ઉપાડી ગયો. શેડને ખબર પડવાથી પોતાના પુત્રો, નોકરે તથા રાજસેવકેની સાથે તેની પાછળ દે. ચેરપતિ ચિલાતીપુત્ર કન્યાને ઉપાડી ત્વરાથી પહાડી પ્રદેશમાં દડો ગયો પણ કન્યાના ભારથી થાકી જતાં ચાલવાની ગતિ મંદ પડી જવાથી કન્યાના પિતા વિગેરે પાછળ પોતાની નજદીકમાં આવ્યા જાણે ચારે વિચાર્યું કે આ લેકે મને પકડી કન્યા લઇ જશે અને મારા સ્નેહનું પાત્ર એવી કન્યાને બીજા પતિને આધીન કરશે.” એવા સ્નેહજનિત વિચારના આવેશમાં શું કરવું ? તે ન સુજવાથી હૃદયશૂન્ય થયેલ ચોરપતિ, સ્નેહની ઘેલછામાં કન્યાનું મસ્તક કાપી રૂધિર આવતા તેને હાથમાં લઈ ધડને ત્યાંજ પડતું મૂકી પર્વતની ખીણ તરફ ત્વરાથી દેડ. આ નીચ કૃત્ય જોઈ ત્રાસ પામતા કન્યાના પિતા વિગેરે પાછા ચાલ્યા ગયા. છે. તેવામાં મહાનગી, શાંત મતિ, ધ્યાન, વિદ્યાચારણ મુનિ (વિદ્યાના બળ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy