SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નથી પણ તે વિષય પિષણ છે. તે જરાક સ્થિરતા કરી, કાંસી જોડા વગાડનારા ગૃહ તરફ જેવાથી સુગમતાથી સમજાઈ શકાશે. પુજામાં પણ બે ચાર પતાસા કે પેંડા લાડુની પ્રભાવના હશે વા માલ પાણી જમવાના હશે તે વગર તેડે સેંકડો માણસે ભેગા થશે. પણ જે પ્રભાવના કે લાડુ નહિ હોય તે તેડવા જનાર પૂજારીના વા પૂજા ભણાવનારના પગ ઘસાઈ જશે તે પણ મહા મુશીબતે પાંચ દશ જણ ભેગા થઈ વેઠ ઉતારવાની માફક પૂજા ભણાવી ચાલ્યા જશે. પ્રભુની પૂજા તરફ પ્રીતિ ન રાખતાં પતાસાં વા જમવાની પૂજા તરફ પ્રીતિ રાખનાર પામર જીવોને ભાવનાની જાગ્રતી વા દઢતા થાયજ ક્યાંથી ? પુરૂષ તથા સ્ત્રીની પુખ્તવય આવ્યા વિના પ્રજોત્પત્તિ ઉત્પન્ન થતી નથી, તેમ નીતિ-સત્યના માર્ગે ચાલવાની એગ્ય દશા મેળવ્યા વિના પ્રભુ પાસે જઈ, ચપટી ચોખા મૂકી આવવાથી વા બે ચાર તિલક કરવાથી ભાવનાની શુદ્ધિ ઉત્પન્ન થતી નથી. ભરત મહારાજાને પિતાના આરીસાભુવનમાં શરીરને જોતાં હાથની એક લી આંગળીમાંથી વિટી જમીન ઉપર પડી જવાથી આંગળી ખરાબ લાગી ત્યારે વિચાર છે કે-જેમ વીંટી વિના આંગળી શોભતી નથી, તેમ બીજાં આભૂષણે વિના શરીર નહિ શેતું હોય ?” એમ વિચાર આવતાં એક પછી એક આભૂષણ શરીર પરથી ઉતારી પિતાના શરીરને દર્પણમાં જતાં શોભાહીન દેખાયું, જેથી શરીરનું વિનાશીપણું સમજાતાં સશ્ચિદાનદ સ્વરૂપ બાત્યાનું પાંવનાશીપણું સમજાયાથી ઉત્કૃષ્ટ ભાવનાની શ્રેણપર ચડતાં ક્ષણવારમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આનું નામ તે ભાવના આરીસાભુવન એ શરીરની સુંદરતા જોવાનું શૃંગારસ્થાન હતું. ત્યાં પ્રભુપ્રતિમા ન હતી તેમ વૈરાગ્યજનક સાધને પણ ન હતાં, છતાં એક વીંટીહીન અંગુલીના વિચારથી શરીર, જગત તથા આત્માના વિચારની શ્રેણીઓ આરૂઢ થતાં સર્વત દશાને પામ્યા. જ્યાં ભાવના જાગ્રત થવાનું ઉત્કૃષ્ટ સાધન છે તેવા પ્રભુ માદ. રમાં પણ ઈદ્રિય પોષણમાંજ આનંદ મનાય અને આત્મસ્વરૂપને વિચાર જાગ્રત ન થાય, ભાવનાની વિશુદ્ધિ તથા ઉત્કૃષ્ટ જાગ્રતી ન થાય, તે સમજવું કેછવા-મા, મહાવીરના દિવ્ય ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ નથી. તે ધર્મપાત્ર નથી, પણ સંસારકીટ તરીકે માનવજન્મને વ્યતીત કરે છે. એલચીપુત્ર એક ધનાઢય શ્રેષ્ઠિપુત્ર હતું. બુદ્ધિમાં વિચક્ષણ, રૂપમાં સુંદર અને સંગીતકળામાં પણ એવી નરપુત્રને જોતાં તેને પરણવાની યાથના તેના પિતા પાસે કરી પિતાએ જણાવ્યું કે-ટકળ શીખી તે કળામાં
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy