SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ યોગની વ્યાખ્યા] શકાતી નથી, તેથી જ જૈન શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિને આવશ્યક માની છે. - પ્ર–અમે તે એમ સાંભળ્યું છે કે જૈન ધર્મમાં કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે તપનું વિધાન છે અને તમે ધ્યાનસિદ્ધિની વાત કરે છે. આમાં સત્ય શું સમજવું? . ઉ–તમે તપ વિષે જે કંઈ સાંભળ્યું છે, તે બરાબર છે, પણ જૈન ધર્મ તપને અર્થ ઘણે વિશાળ કર્યો છે, એટલે ધ્યાનસિદ્ધિ તેના પેટામાં સમાઈ જાય છે. આ રીતે ઉભય માન્યતામાં કઈ વિરોધ નથી. પ્રધ્યાનસિદ્ધિ તપના પટામાં કેવી રીતે સમાઈ જાય છે? ઉ– જૈન ધર્મમાં તપના બે વિભાગ પાડવામાં આવ્યા છેઃ બાહ્ય અને અત્યંતર, તથા તે બંને તપના છ છ પ્રકારો માનવામાં આવ્યા છે. અણસણ, ઊરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ (શારીરિક તિતિક્ષા) અને સંલીનતા (આસનસિદ્ધિ તથા એકાંતસેવન) એ બાહ્ય તપના છ પ્રકારે છે અને પ્રાયશ્ચિત, વિનય, વિયાવૃચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ અત્યંતર તપના છ પ્રકારે છે. આ રીતે ધ્યાન એ એક પ્રકારની અત્યંતર તપશ્ચર્યા હોઈ તપના પટામાં સમાઈ જાય છે. અહીં પ્રસંગવશાત્ એટલી સ્પષ્ટતા કરી લઈએ કે છ પ્રકારના અત્યંતર તપમાં પણ શ્રેષ્ઠતા ધ્યાનની જ છે, કારણ કે તે
SR No.022924
Book TitleJain Shikshavali Yogabhyas
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy