SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [નિયમે શા માટે? (૭) પરિમાણકૃતપ્રત્યાખ્યાન–દત્તી, કવળ કે ઘરની સંખ્યાને નિયમ કરતું પ્રત્યાખ્યાન. જેમકે આજે અમુક વખત દેવાયેલું મળે તેથી વિશેષ આહાર કરે નહિ, અમુક કવળથી વધારે આહાર કરે નહિ કે અમુક ઘરથી વધારે ફરીને ભિક્ષા લેવી નહિ. (૮) નિરવશેષ પ્રત્યાખ્યાન–અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે આહારનું તથા અફીણ-તમાકુ આદિનું પણ પ્રત્યાખ્યાન. (સાંકેતિક પ્રત્યાખ્યાન–જેમાં કઈ પણ જાતને સંકેત હોય તેવું પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે આઠ પ્રકારો છે: (૧) અંગુષ્ટસહિત-અંગુકસહિયં-જ્યાં સુધી મૂઠીમાં અંગૂઠે રાખવામાં આવે ત્યાં સુધીનું પ્રત્યા ખ્યાન. (૨) મુષ્ટિસહિત-મૂઠિસહિયં-જ્યાં સુધી મૂઠી બાંધી પચ્ચકખાણ મેકળું ન કરવામાં આવે ત્યાં સુધીનું પ્રત્યા ખ્યાન. (૩) ગ્રંથિ-સહિતં–ગઠિસહિયં–જ્યાં સુધી કપડે ગાંઠ બાંધી રાખવામાં આવે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૪) ગૃહસહિતંઘરસહિયં-જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૫) પ્રદિસહિત–સેઉસહિયં-જ્યાં સુધી પરસે ન સૂકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૬) શ્વાસ સહિત– સાસસહિયં–જ્યાં સુધી શ્વાસ નીચે ન બેસે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૭) સ્ટિબુકસહિતં થિબુઅસહિય –જ્યાં સુધી પાત્ર વગેરે પરનાં પાણીનાં બિંદુઓ ન સૂકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન અને (૮) તિસહિતં–જોઈ સહિયં-જ્યાં સુધી દીવ બળે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy