SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ અને પંડિત 3. ૩૨૧ મેળવી શક્યા નથી, તેમને અવિદ્યાપુરુષો સમજવાના છે. તેઓ પાપપ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેવાથી ભારે કર્મબંધન કરે છે અને પરિણામે ભયંકર દુઃખે ભેગવે છે. આવા ભારેકમ આત્માઓને સંસાર વધી જવાથી તે વિવિધ એનિઓમાં ઉત્પન્ન થઈને મર્યા જ કરે છે. તેમની આ જન્મ-મરણની શૃંખલાને છેડે બહુ લાંબા કાળ સુધી આવતું નથી. समिक्ख पंडिए तम्हा, पास जाइपहे बहू । अप्पणा सच्चमेसेज्जा, मेत्ति भूएसु कप्पए ।। ४ ।। અ૬, ગા. ૨ ] તેથી પંડિત પુરુષે મોહાલરૂપ સંસારનું સ્વરૂપ સારી રીતે સમજી લઈને પિતાની જાતે સત્યનું ધન કરવું એટલે કે પિતાના કર્તવ્યને નિર્ણય કરે અને તેમાં સહુથી પ્રથમ કાર્ય એ કરવું કે સર્વ પ્રાણીઓ સાથે મૈત્રીભર્યો વર્તાવ રાખવે. निच्चुग्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसो मरणंऽतेवि नाsराहेइ संवरं ॥५॥ [ દશ અ૦ ૫, ઉ૦ ૨, ગા. ૩૯ ] જેમ ચાર સદા ભયભીત રહે છે અને પોતાનાં કુકર્મો વડે જ દુઃખ પામે છે, તેમ અજ્ઞાની મનુષ્ય પણ નિત્ય ભયભીત રહે છે અને પિતાનાં કુકર્મો વડે જ દુઃખ પામે છે. તેની આ હાલતમાં છેવટ સુધી કંઈ ફેરફાર થતું નથી. મૃત્યુને ઓળો નજીક દેખાય છતાં તે સંયમની આરાધના કરતા નથી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy