SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ [ શ્રી વીર-વચનામૃત હોવાથી) પાપકારી છે અને અન્ય શાની અપેક્ષાએ ઘણો તીક્ષણ છે. તે સર્વ બાજુથી સહન ન થઈ શકે એ છે. તાત્પર્ય કે અન્ય શસ્ત્રોને એક બાજુ ધાર હોય છે, જ્યારે અગ્નિ સર્વ બાજુથી ધારવાળે છે. भूयाणमेसमाधाओ, हव्ववाहो न संसओ । तं पईवपयावट्ठा, संजया किंचि नारभे ॥ ६ ॥ [ દશ. અ. ૬, ગા. ૩૫ ] અગ્નિ પ્રાણી માત્રને ઘાતક છે, એમાં શંકા નથી, તેથી સંયમી પુરુષો પ્રકાશ કે તાપ લેવા માટે કદી પણ તેને આરંભ કરતા નથી. इंगालं अगणिं अच्चि, अलायं वा सजोइयं । न उजिज्जा न घट्टिजा, नो णं निव्वावए मुणी ॥ ७ ॥ | | દશ. અ૦ ૮, ગા૦ ૮] મુનિ અંગારાને, અગ્નિને, જ્વાલાને કે તિ સહિત અર્ધ બળેલા કાષ્ઠને વધારે પ્રદીપ્ત કરે નહિ, તેને સ્પર્શ પણ કરે નહિ કે તેને બુઝાવે પણ નહિ. अणिलस्स समारंभ, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेयं, नेय ताईहि सेवियं ॥ ८ ॥ [ દશ. અ૦ ૬, ગા૦ ૩૬ ] જ્ઞાનીએ વાયુકાયના સમારંભને પણ તે જ (અગ્નિના સમારંભ સરખે બહુ પાપકારી) માને છે, તેથી છકાયને રક્ષક સાધુ તેનું સેવન કરે નહિ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy