SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ [ શ્રી વીર-વચનામૃત દુષ્ટ બનાવનાર વિષયોની સામે જે મસ્તક નમાવતે નથી, તે જિનકથિત સમાધિને જાણે છે. जहा दवग्गी परिंधणे वणे, समारुओ नोवसमं उवेइ । एविन्दियग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हियाय कस्सई ॥ ४० ॥ અ૦ ૩૨, ગા૦ ૧૧] જેમ ઘણાં ઇધનવાળા વનમાં લાગેલે તથા વાયુ દ્વારા પ્રેરિત થયેલે દાવાગ્નિ શાંત થતું નથી, તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીને ઈન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતું નથી. विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ४१ ॥ [ દશ૦ અ૦ ૮, ગા૦ ૫૭] આત્મવેષી પુરુષને માટે દેહવિભૂષા, સ્ત્રીસંસર્ગ અને રસવાળું સ્વાદિષ્ટ ભજન તાલપુટ વિષ જેવું છે. पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं । बंभचेररओ भिक्खू , निचसो परिवज्जए ॥ ४२ ॥ [ ઉત્તઅ૧૬, ગા. ૭]. બ્રહ્મચર્યપ્રેમી સાધક શીધ્ર મદ વધારનારા સ્નિગ્ધ ભજનને સદાને માટે ત્યાગ કરે. વિ. સ્નિગ્ધ એટલે રસવાળું, ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ, મીઠાઈ એ બધા સ્નિગ્ધ પદાર્થો ગણાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy