SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ [ શ્રી વીર-વચનામૃત तवो य दुविहो वुत्तो, बाहिरन्भन्तरो तहा । बाहिरो छव्विहो वुत्तो, एयमन्भन्तरो तवो ॥ ११ ॥ - [ ઉત્તઅ૨૮, ગા. ૩૪] તપ બે પ્રકારનું કહેવું છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ છ પ્રકારનું કહેવું છે અને અત્યંતર તપ પણ એટલા જ પ્રકારનું કહેવું છે. - વિ. જે શરીરની સાતે ધાતુને તથા મનને તપાવે તે તપ કહેવાય છે. કર્મની નિર્જ કરવા માટે તે ઉત્તમ સાધન છે. આ તપ બે પ્રકારનું છે. બાહા અને અત્યંતર. તેમાં બાહ્ય તપ શરીરની શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે અને અત્યંતર તપ માનસિક શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે. આ બને તપના છ-છ પ્રકારે છે. अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ । कायकिलेसो संलीणया, य बन्झो तवो होई ॥१२॥ [ ઉત્ત, અ૦ ૩૦, ગા૦ ૮] બાહ્ય તપના છ પ્રકારે આ પ્રમાણે જાણવા; (૧) અનશન, (૨) ઊનોદરિકા, (૩) ભિક્ષાચરી, (૪) રસપરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. વિ જનને અમુક વખત માટે કે બધા વખત માટે ત્યાગ કરવો તે અનશન, એગાસણ, આયંબિલ, ' ઉપવાસ એ બધા આ તપના પ્રકારે છે. ભૂખથી ડું ઓછું જમવું તે ઊદરિકા. શુદ્ધ ભિક્ષા પર નિર્વાહ કરે તે ભિક્ષાચરી. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy