SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ] ચારિત્ર કહે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચાતુર્યંમ વ્રતવાળા સાધુએએ પાંચ મહાવ્રતવાળા શ્રી મહાવીર સ્વામીને માગ સ્વીકાર્યાં, ત્યારે નવેસરથી ચારિત્ર ગ્રહણ કર્યું; તે આ પ્રકારનું હતું. સામાયિકચારિત્ર કરતાં આ ચારિત્રમાં કેટલાક નિયમે વધારે પાળવાના હાય છે. ૯૧ વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યાથી આત્માની વિશુદ્ધિ કરવી એ પરિહારવિદ્ધિ નામનું ત્રીજુ ચારિત્ર છે. ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયૈાને સ'પુરાય કહેવામાં આવે છે. તે સૂક્ષ્મ થઈ જાય, એટલે ઉપશમ પામે અથવા ક્ષય પામે, ત્યારે સૂક્ષ્મસ પરાય ચારિત્રની પ્રાપ્તિ થઈ ગણાય છે. આ ચારિત્રમાં સૂક્ષ્મ લાભને અશ માકી રહે છે. જ્યારે સૂક્ષ્મ લાભ પણ ચાલ્યા જાય અને એ રીતે સપૂર્ણ કષાયરહિત અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ ગણાય છે. આ ચારિત્રને વીતરાગ ચારિત્રપણ કહે છે, કારણ કે એ વખતે આત્મા રાગ અને દ્વેષ બંનેથી પર થઈ સ’પૂર્ણ માધ્યસ્થભાવને પ્રાપ્ત થાય છે. છદ્મસ્થ આત્મા ઉત્તરાત્તર વિશુદ્ધિને પ્રાપ્ત કરતા આ અવસ્થાએ પહોંચે છે અને કેવલજ્ઞાન પામ્યા પછી પણ આ ચારિત્રમાં સ્થિર હાય છે. આ બધાં ચારિત્રા ઉત્તરાત્તર શુદ્ધ છે અને કમના ક્ષય કરવામાં ઉપકારક છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy