SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] આપણા મનનું સ્વરૂપ આપણે મનુષ્ય તરીકે આ જગતના સર્વોત્તમ પ્રાણી ગણઈએ છીએ, તેનું ખરું કારણ આપણને પ્રાપ્ત થયેલું વિશિષ્ટ પ્રકારનું સમર્થ મન (Powerful mind) છે. જે શરીરના કદની દૃષ્ટિએ પ્રાણીઓની ઉત્તમત્તા-શ્રેષતા નકકી કરવાની હોય તે આપણે વર્ગ ઘણો નીચે આવે, એ દેખીતું છે. જિરાફ તરફ નજર કરે, એ આપણું કરતાં કેટલે બધો ઊંચે છે! હાથી તરફ નજર કરે, એ આપણું કરતાં કેટલે બધા કદાવર છે! અને પેલી તેતીંગ વ્હેલ માછલી ! અરે ! એ તો પોતાનું મોટું પહેલું કરે તે આપણે તેમાં ઊભા ને ઊભા સમાઈ જઈએ ! જે રૂપ-રંગની દૃષ્ટિએ પ્રાણીઓની ઉત્તમત્તા-શ્રેષતા નક્કી કરવાની હોય તે પણ આપણે વર્ગ ઘણે જ નીચે આવે. કેટલાંક પક્ષીઓનાં રૂપ-રંગ એટલાં મનહર હોય છે કે આપણે જોયા જ કરીએ! પોપટ, કાકાકૌઆ, મરઘા તથા
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy