SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થયાત્રા અને મધુર મિલન ૪૩૯ પણ ઉદારતા નહિ કરી શકે? આપ મને આજ્ઞા કરો, જો વંદન કરવાથી જ સંમેલન થતું હોય તે મેટા તે શું પ્રત્યેક મારાથી નાના સાધુને વંદના કરવાને હું તૈયાર છું. સૂરિજી ! મને દુઃખ થાય છે કે ગૃહસ્થ પણ જ્યારે આ પસમાં મળે છે ત્યારે એગ્ય શિષ્ટાચાર કરે છે ત્યારે સાધુએમાં એટલું પણ ન હોવું જોઈએ? એકે આ તરફ મેં કરી લીધું, બીજાએ બીજી તરફ ! જાણે એકબીજાએ “અદિકલાણ” માની લીધું. આપનો અને મારો ગ્યા શિષ્ટાચાર થયો તેમાં આપનું કે મારું બગડયું શું ? ઉલટું ગૃહસ્થ પર સુંદર પ્રભાવ પડે. એટલા માટે જ હું આપને અનુરોધ કરું છું કે આપ અવશ્ય સંમેલનને માટે પ્રયત્ન કરો. મારે આમા મને સાક્ષી આપે છે કે આ અત્યુત્તમ કાર્યમાં આપને સફળતા મળશે જ મળશે. કારણકે આપને પ્રભાવ બહુ જ સુંદર છે. સ્વર્ગવાસી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનન્દસૂરિ (આત્મારામજી) મહારાજશ્રીના સમુદાયની તરફથી તે આપ નિશ્ચિત રહે. માત્ર ૧૦૦૮ આચાર્યશ્રી વિજયકમલસૂરિજી, ૧૦૮ પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી મહારાજ તથા ૧૦૮ શ્રી હંસવિજયજી મહારાજ-એ ત્રણે મુનિપ્રવરેની સલાહની જરૂર છે. એમના કહેવાથી પ્રાયઃ કેઈ બહાર નહિ રહે. હવે હું આજ્ઞા ચાહું છું. જવામાં મેડું થશે. બધા કમર બાંધીને તૈયાર છે. સુખશાતામાં રહેશે-ધર્મનેહ રાખશે.” આપણું ચરિત્રનાયકે પિતાનું હૃદય ખેલી બતાવ્યું. કેવું મધુર મિલન ! બે મહારથીઓ મળ્યા. પરસ્પર
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy