SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - યુગવીર આચાર્ય “ભાઈ, તે તે કેમ કહેવાય?” તે હું હવે વિલંબ કરવા નથી માગતું. કાલે કાંઈ અકસ્માત થયો તે મારા મનના મનોરથ મનમાં જ રહી જાય, આપ કૃપા કરીને આજ્ઞા આપે એટલું જ નહિ પણ આગળ થઈને મને દીક્ષા આપે. તમે તમારું વચન પાળે.” કયું વચન ?” ભૂલી ગયા, મોટાભાઈ! અમદાવાદમાં આપે મહારાજ સાહેબને કહ્યું હતું કે થોડો સમય આપ પોતાની પાસે રાખી ભણાવે પછી સમય આવ્યે હુ પિતે તેને દીક્ષા અપાવીશ.” વાત તે મેં કરી હતી.” વળી મહારાજ સાહેબે તે પોતાનું વચન પાળ્યું છે. આજસુધી દીક્ષાનું નામ પણ નથી લીધું. આપ આપનું વચન પાળી બતાવો અને આપની ધર્મજ્ઞતા અને ઉદારતા દર્શાવે.” “ખીમચંદ! જોયું ને ભાઈકેવો તડાકફ ડાક વાત કરે છે. છે લાજ શરમ ? પહેલાં કદી સામે બોલતો હતો ? તું હવે તેને ઘેર લઈ જઈને પણ શું કરીશ. આનાથી તારું દારિદ્ર શું દૂર થવાનું ? ચાલે ઘેર જઈએ.” ફઈબાએ છગનભાઈને સ્પષ્ટ સવાલજવાબ જોઈને આશા છેડી. ફઈબા! હું તે એને એજ છગન છું. પણ મારી ધીરજ હવે ખૂટી છે. અને તમે કહે છે તે બરાબર છે મને લઈ જઈને પણ શું કરશે!”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy