SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સાથે લાહેર જવાવાળા પરમગીતાર્થ વિદ્વાનની કૃતિ છેએટલે એમાં તે સંદેહને લવલેશ સ્થાન નથી. “અકબર પ્રતિબધ” અને “યુગપ્રધાન પદ પ્રાપ્તિ’ : આ ઉભય પ્રકરણ આ ગ્રન્થના આધારેજ મુખ્યત્વે લખાયાં છે, એ શિવાય અનેકાનેક શિલાલેખ, પ્રશસ્તિઓ, પ્રાચીન પટ્ટાવલીઓ, હસ્તલિખિત ગ્રન્થ આદિ પ્રાચીન તેમજ પ્રામાણિક સાધને દ્વારા આ ગ્રન્થનું સંકલન થયું છે. “સહાયક ગ્રન્થસૂચિમાં જે જે ગ્રન્થની સહાયતા લેવાઈ છે તેની નામાવલિ આપી છે, બાકીની નાનાવિધ કૃતિઓનાં નામ કુટનેટમાં આપ્યાં છે. પ્રસ્તુત ગ્રન્થની ઉપયોગીતા સૂરિજી સાથે સંબંધ ધરાવતા લગભગ બધાંજ વિષયે પર પ્રકાશ પાડવાને યથાસાધ્ય પ્રયાસ કર્યો છે. દ્વિતીય પ્રકરણમાં સૂરિજીને પૂર્વવર્તી આચાર્યો, ૧૩મા પ્રકરણમાં શિષ્ય સમુદાય, અને ૧૪મા પ્રકરણમાં આજ્ઞાનુવતી સાધુસંધના પરીચયની સાથે સાથે એમણે રચેલ ગ્રન્થની વિસ્તૃત ધ પણ આપવામાં આવી છે, કે જેથી ખરતર ગચ્છના વિદ્વાનની ઉલ્લેખનીય સેવા યોગ્ય પરીચય પ્રાપ્ત થઈ રહેશે. એજ પ્રમાણે ૧૫ મા પ્રકરણમાં ભક્તશ્રાવકેની સ્તુત્ય શાસન સેવાઓ પ્રકાશિત કરવામાં આવેલ છે. જે કે મત્રીશ્વર કર્મચન્દ્રજીની જીવનકથા કેટલાંક ગ્રન્થમાં પ્રકટ થઈ ચૂકેલ છે. પરંતુ શોધખેળ અને તત્સંબંધી સુયોગ્ય સામગ્રીના અભાવને કારણે ઇતિહાસ દુનિયામાં એમના અને એમના પુત્ર ભાગ્યચન્દ્ર લક્ષ્મીચંદ્ર વિષે અનેક ભ્રમણાઓ પ્રચલિત થઈ ચૂકી છે અમે એ આ બધાનું તત્કાલીન બંડવા જૈન મિત્ર મંડળ-ભાવનગરથી પ્રકાશન પામેલ જૈન પેશ્યલ ટ્રેન સ્મરણાંકના પૃષ્ટ ૫૯ પર “કરમચંદ દીવાન દિલ્હીમાં
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy