SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જિનયુગપ્રધાન શ્રીચંદ્રસૂરિ અને ગુણવિનયજીએજ સં. ૧૯૪૭ માં મેડતામાં “દમયંતી ચંપૂવૃત્તિ” ની રચના કરી, એની પ્રશસ્તિમાં પણ મંત્રીશ્વરનું નામ છે. એટલે તે સમયે તેઓ મેડવામાં આવી ગયા હતા. જયારે મંત્રીશ્વર મેડતામાં હતા, ત્યારે એમને બોલાવવાના રણ માનસિંહ આદિ કેટલાય નૃપતિઓને આમંત્રણ આવ્યા. પરંતુ તેઓ ચંચળ ન થતાં ધીરતાપૂર્વક, કેટલાક માસ સુધી ત્યાંજ રહ્યા. કારણ કે સાધારણ નૃપતિઓની સેવા કરવાનું એમને અનુચિત લાગ્યું. સમ્રાટ અકબર એમના ગુણસમૂહથી બરાબર પરિચિત હતા કેમકે રાજા રાયસિંહની સાથે મંત્રીશ્વર અનેકવાર સમ્રાટને મળી ચૂકેલ હતા. સમ્રાટે એનાં વાતુર્ય, યુદ્ધ કૌશલ, અને પરમ રાજનીતિજ્ઞ આદિ સદ્ગુણોની પ્રશંસા રાયસિંહના મેઢે સાંભળેલી, તેમજ પોતે સ્વયં પણ અનુભવેલી. આ પ્રસંગ પર સમ્રાટે મંત્રીશ્વરને પિતાની પાસે લાહોર મોકલવાનું રાજા રાયસિંહને ફરમાનપત્ર મોકલ્યું, ત્યારે રાયસિંહજીએ સમ્રાટના ફરમાનની સાથે સાથે પોતાની તરફથી અદ્ભુત કૃપાસૂચક વાક્યથી ભરપૂર આદેશપાત્રસમ્રાટ પાસે જવાને કથનેજ પુષ્ટિ આપે છે. સારાંશ એ કે કર્મચન્દ્રજી રાજ્યવિદ્રોહી નહેતા નં. ૩, અને ૪ ન કર. પણ મહત્ત્વના કે વિશ્વસનીય નથી જણાતા, કારણ કે તમામ આધુનિક લેખકે, સમ્રાટ અકબની સેવામાં મંત્રીશ્વરનું દિલ્હી જવાનું લખે છે, પરંતુ એ સમયે સમ્રાટ લોહારમાંજ રહેતા હતા, અને તે પછી ઘણાં વર્ષો સુધી લાહાર રહેલા. એટલે એમનું આ લખાણ અયુક્ત અને ભ્રમપૂર્ણ છે, નથી સમજાતું કે કઈ રીતે આધુનિક ઈતિહાસકારોએ (!) ભળતી સળતી વાત લખી નાંખી છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy