SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ થોડા સમયે ત્યાંજ એમને સ્વર્ગવાસ થયો હોય, કેમ કે એ સમયે એમની ઉંમર ૮૦-૯૦ વર્ષની હશે. એમને ઉ. પવરાજ, હર્ષકુલ, જીવરાજ આદિ કેટલાંય શિષ્યો હતા, જેમાં પરાજજી સારા વિદ્વાન હતા, જેમણે બનાવેલ (1) ભુવનહિતાચાર્ય કૃત રુચિરદંડક વૃત્તિ (સં. ૧૬૪૪), (૨) અભયકુમાર ચૌ. (સં. ૧૬૫૦ જૈસલમેર ), (૩) સનત્કુમાર રાસ (સં. ૧૬૬૯ જૈન ગુ. ક.), (૪) ક્ષુલ્લક ઋષિ પ્રબંધ (સં. ૧૯૬૦ મુતાન, ગા. ૧૪૧ અમારા સંગ્રહમાં), (૫) ચૌદ ગુણસ્થાન સ્તવ ટ, ૯ બેલ ગર્ભિનિ ચોવીસ જિનસ્તવનાદિ ઉપલબ્ધ છે, તદુપરાંત નાની મોટી ઘણી કૃતિઓ બીજી પણ મળે છે. સં. ૧૬૪૫ માં જબૂઢીપ પ્રજ્ઞપ્તિ-વૃત્તિની રચનામાં પિતાના ગુરુ શ્રી પુણ્યસાગરજી મહાને સારી એવી સહાયતા કરી હતી. એમના શિષ્ય વાચક જ્ઞાનતિલક પણ સારા વિદ્વાન હતા. સં. ૧૬૬૦ દીવાળીના દિને એમણે “ગૌતમ-કુલક” પર વિસ્તૃત ટીકા અને પાક્ષિક ક્ષામણુક વ્યાખ્યા (ઉ. વિ. ના સંગ્રહમાં) રચી હતી. જે બૂદ્વીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના પ્રથમ દર્શના લેખક એ પોતેજ હતા. એમનાએ રચેલા કેટલાએ સ્તવનાદિ મળી આવે છે. મહોપાધ્યાયજી વિષે વધુ માહિતી મેળવવા “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” જેવો જોઈએ. સં. ૧૯૧૭ માં પાટણ ખાતે શ્રીજિનચન્દ્રસૂરિજીત “પૌષધવિધિ પ્રકરણવૃત્તિ” નું એમણે સંશોધન કરેલ હતું. (૨) ધનરાજોપાધ્યાય – તેઓ પણ સારા વિદ્વાન હતા. સં. ૧૬૧૭માં રચાએલ શ્રીજિનચંદ્રસૂરિજીની પૌષધ વિધિ પ્રકરણ વૃત્તિ' ના સંશોધકેમાં એમનું પણ નામ આવે છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy