SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ વિદ્વાન શિષ્ય સમુદાય સં. ૧૬૭૫ વિ. . ૧૩ ના શત્રુંજયના શિલાલેખમાં ધર્મનિધાનજીનું નામ છે. સં. ૧૬૭૪ માગસર વ. પ જેસલમેરમાં એમની સાથે ધર્મકિતિજી પણ હતા એવું ત્યાંના લેખ ઉપરથી માલુમ પડે છે. (૧૧) રત્નોનધાનોપાધ્યાય –એમનું નામ પણ સં. ૧૯૨૮ ના આગરાવાળા પત્રમાં છે. એમનું સંવત ૧૬૩૩નું (૧) નવદુર પાર્શ્વ સ્તવ, (૨) ગાથાસારોદ્વાર ઉપલબ્ધ છે. સ. ૧૬૪૯ માં સૂરિજીની સાથે તેઓ પણ લહાર ગયા હતા, ત્યાં ફાગણ સુદિ ૨ ના રોજ એમને ઉપાધ્યાય પદ મળ્યું, જેનો ઉલ્લેખ આગલા પ્રકરણમાં આવી ગયો છે. આમનું નામ કેટલીક પ્રશસ્તીઓમાં મળે છે, જેથી સમજાય છે કે તેઓ ઘણુંખરું સૂરિજીની સાથે જ રહ્યા હતા. વ્યાકરણના તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. વા. ગુણવિનયજીએ કર્મચન્દ્રમત્રિવંશ પ્રબંધ ટીકા (સં. ૧૬પ૬) માં એમને “સાંગહૈમશબ્દાનુશાસનાÀતાર: ” કહ્યા છે. કવિવર સમયસુંદરજીત રૂપકમાલા ચૂર્ણિનું એમણેજ સંશોધન કર્યું હતું. એમણે બનાવેલા ઘણાંય સ્તવન ઉપલબ્ધ છે. એમને રત્નસુંદર નામે શિષ્ય હતા. તેમનાય કેટલાક સ્તવન ઉપલબ્ધ છે. રત્નસુંદર શિ. રત્નરાજ શિ. નરસિંહકત કલ્પસૂત્રબાલા અને ચિંતામણિ બાલા મળે છે. (૧૨) રંગનિધાન –એમનું નામ “નિત્ય-વિનય-મણિ જીવન જૈન લાયબ્રેરી” ની કાલિકાચાર્ય–કથાની પ્રશસ્તિમાં મળી આવે છે. (૧૩) કલ્યાણતિલક –એમને ભણવા માટે સં. ૧૯૩૦ માં લખાયેલ “મૃગધ્વજચરિત્ર” શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy