SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ પંચનદી સાધના અને પ્રતિષ્ઠા જૈનશાસન તેમજ દેશની સેવા અને ઉન્નતિ કરવામાં આગેવાન હતા. એ વાતનો ઉલ્લેખ વિહારપત્ર નં. ૧ માં આ પ્રમાણે છે. ___"तत्र बरहानपुरी श्रीजीए चीतार्या, पछई ईडर प्रमुख गामे थई घणा लाभ लई राजनगरि आव्या. अत्र * श्रीकर्मचन्द मत्री પરોક્ષ થા.” મંત્રીશ્વર કર્મચન્દ્રના મૃત્યુની સાલ સાહિત્યસંસારમાં અલભ્ય છે. આથી એમના સંબંધમાં અનેક ભ્રમાત્મક કિંવદંતિઓ (દંતકથાઓ) વહેતી થઈ છે; વિહારપત્ર દ્વારા આ મહત્વપૂર્ણ સંવતનો નિર્ણય થતાં અનેક ભ્રમોનું નિવારણ થઈ જાય છે. આ બાબતમાં વધુ ચર્ચા મંત્રીશ્વર કર્મચન્દના જીવન પરિચયમાં કરવામાં આવશે. શ્રીસુંદર કવિએ રચેલ “વિમલાચલ સ્તવન” ગા. ૯ પરથી જાણવા મળે છે કે આ સાલ(૧૯૫૬)માં માધવ (વૈશાખ) સુદિ ૨ ના રોજ સંઘની સાથે સૂરિજી મહારાજે ગિરિરાજ ‘અત્રે એ શબ્દથી વિવિક્ષિત ક્ષેત્રજ માની લેવું, એ એક જાતની ભ્રમણ છે, વર્તમાનકાળના અર્થમાં પણ વપરાએલ “અત્ર' શબ્દ સાહિત્ય સંસારમાં દષ્ટિગત થાય છે, એટલે “અત્ર” એ શબ્દ માત્રથી એમનો સ્વર્ગવાસ ક્ષેત્ર “અમદાવાદ માનવાને વિચારજ્ઞ મનુષ્ય ત્યાં સુધી તૈયાર નહીં થાય કે જયાં સુધી મંત્રીશ્વરનું સ્વનિવાસ સ્થાન લાહોરથી અમદાવાદ આવવામાં કઈ ખાસ કારણ ઐતિહાસિક પ્રમાણોદ્વારા ઉપસ્થિત ન કરાય, હા જ્યારે સૂરિજી ઈડર તરફના વિહારથી પાછા અમદાવાદ આવ્યા. ત્યારે સૂરિજી મહારાજને મંત્રીશ્વના સ્વર્ગગમનના સમાચાર મલ્યા હોય અને એને અંગે ત્યાંના સ્થાનિક સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હેય, એ વાત જરૂર બનવા અને માનવા યોગ્ય છે. (ગુ સં. ના સંપાદક)
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy