SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ | વિક્રમ સંવત ૧૬૫૪ માં ચોમાસાના પહેલાં સૂરિજીએ શત્રુ જ્યની યાત્રા કરી હતી અને ત્યાંની મોટી ટૂંક (વિમલવસહી) ની સમક્ષ સભામંડપમાં યુગપ્રધાન દાદા શ્રીજિનદત્તસૂરિજી તેમજ શ્રીજિનકુશલ સૂરિજીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરી હતી. આ બન્નેના લેખો સરખા છે, એથી વાચકોના અવશેકાના એક લેખ અત્રે રજૂ કરીએ છીએ. संवत् १६५४ वर्षे जेठ सुदि ११ रवि दिने श्रीबृहत्खरतरगच्छे श्रीजिनकुशलसूरिजीपादुका श्री युगप्रधान श्रीजिनचन्द्र सूरिभिः प्रतिष्ठितं(1)च सं. सोना पुत्र मना जगदास पुत्र सं. ठाकरसिंह पुत्र संघवी सामल का सपरिवारेण ! અમદાવાદને ચાતુર્માસ પૂર્ણ થતાં સૂારમહારાજ વિહાર કમે ગ્રામાનુગ્રામ વિચરી ભવ્યાત્માઓને પ્રતિબોધ આપતા અનુક્રમે ખંભાત પધાર્યા અને સ્થાનીય સંઘની અત્યાગ્રહ ભરી વિનંતિને સ્વીકાર તથા લાભાલાભનો પણ વિચાર કરી. સં. ૧૬પપને ચાતુર્માસ ત્યાં ખંભાતમાં કર્યો. વિહાર પત્ર નં. ૧માં “શ્રી રાજાજીના તેડા” લખેલ છે. પરંતુ કયા ભકત નૃપતિનું આમંત્રણ હતું. એનું કઈ પ્રમાણ નહિ હોવાને કારણે એ વિષે કંઈ કહી શકાય તેમ નથી. ખંભાતથી વિહાર કરી સૂરીશ્વરજી અમદાવાદ પધાર્યા સંવત ૧૬૫૬ને ચતુર્માસ ત્યાં . સમ્રાટ અકબર એ સમયે બરહાનપુર આવ્યા હતા. એમણે સૂરિજીનું સ્મરણ કર્યું. એ પછી એમણે ઈડર આદિ ગામમાં ધર્મોન્નતિ કરી પાછા રાજનગર પધાર્યા. અત્રે મંત્રીશ્વર કર્મચન્દ્રજીને દેહાંત થયે એટલે સમગ્ર સંઘ પર શેકની ઘેરી છાયા પ્રસરી ગઈ, કેમકે મંત્રીશ્વર સત્તરમી સદીના એક ઉજજવળ નરરત્ન હતા,
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy