SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૧૭ સં. ૧૬૧૭ માં પાટણમાં ધર્મ સાગર નામના તપગચ્છીય ઉપાધ્યાયને ૮૪ ગચ્છ એકત્ર થઈ સંઘથી બહિષ્કૃત કરેલ, અને એના તત્ત્વતરંગિણી વૃત્તિ- આદિ ગ્રંથને અપ્રમાણિક ઠરાવી અસભ્ય ગ્રંને એના પોતાના ગુરૂઓ તરફથીજ જલશરણ કરવામાં આવેલ. અને ધર્મસાગરે એ દુષ્કૃત્યના સંઘ સમક્ષ “મિચ્છામિ દુક્કડં” દીધાં, આ બધું વર્ણન અમે ચોથા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. આટઆટલું થતાંય સાગરજીએ પિતાની કુટેવ ન છેડી તે નજ છોડી. કેમકે એક માણસનો જ્યારે સ્વભાવ કે અભ્યાસ થઈ જાય છે, ત્યારે એને છોડવાનું કામ અસાધ્ય નહીં તો દુસ્સાધ્ય તો જરૂર થઈ જાય છે. - “આ તત્વતરંગીણી વૃત્તિની સં ૧૬ ૧૭ ની લિખિત પ્રત પાટણના વાડી પાર્શ્વનાથ ભંડાર ડા. ૧૫ માં છે, તેમાં જણાવ્યું છે કે આ ગ્રંથને કર્તા સર્વગ૭ મુરિઓથી જિનશાસનમાંથી ઉત્સુત્ર પ્રરૂપણ કરડા માટે બહિષ્કૃત કરેલ ધર્મસાગર છે.” (જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૫૮ ) સુપ્રસિદ્ધ સાહિત્યસેવી વિદ્વાન મુનિ શ્રાવિદ્યાવજ્યજીએ “ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. કથામાં ઉસૂત્ર કંદ-મુંદાલ ગ્રંથને પણ સંધ ઈ. ૧૬૮૩ માં લખાએલ પ્રતિના પુપિકા લેખથી ધમસાગરે બનાવેલ નહાં કિંતુ સદયવચ્છ શ્રાવકના ભંડારમાંથી મળેલ પ્રાચીન ગ્રંથ છે, એવી છે ? સંમતિ પ્રકટ કરી છે. પરંતુ દર્શનવિજયજી કૃત “વિજય તલકસૂર દાસ" આદિના વા પર વિચાર કરતાં ઉકત ગ્રંથ ધર્મ સાગરજીએ બનાવ્યો હોવાનોજ નિશ્ચય થાય છે. સં. ૧૬૮૩ની પ્રશંસ્ત લખનાર ધર્મ સાગરજીના પક્ષમાં અથવા તે બહેકાવવામાં આવ્યા હોવાને કારણે એ ગ્રંથને પ્રાચીન, અને પ્રમાણિત ગણવાનું દુઃસહાસ કરતા હોય એવું લાગે છે. અને સાગ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy