SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આદિ દ્વારા સ્વધમીભક્તિ પ્રદર્શિત કરી પાછો ફર્યો. ચાર વ્યક્તિ એ નન્દી મહોત્સવ આદિ રચના કરી સૂરિજી પાસે ચોથું વ્રત અર્થાત્ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું. બીજા પણ અનેક શ્રાવકોએ યથાશક્તિ વ્રત પચ્ચખાણ આદિ લીધા. ત્યાંના ઠાકુરે પિતાના રાજ્યમાં સુરિજીનાં ઉપદેશથી બારસ તિથિને જ બધા જીને અભયદાન આપ્યું. ત્યાંથી વિહાર કરી પાલી નગર પધાર્યા, નંદી મંડાવી અનેકે શ્રાવક શ્રાવિકાઓને વ્રતાદિ આપ્યાં. ત્યાંના સંઘે ભારે હર્ષસહ ચારે પ્રકારના ધર્મની વિશેષ રૂપે આરાધના કરી. ત્યાંથી લાંબિયા ગામ થઈ જતા પધાર્યા, પ્રભુમંદિરમાં દર્શન કર્યા. ત્યાંથી બીલાડા પધાર્યા, જ્યાંના સુપ્રસિધ્ધ કટારિયા જાતિના (સંભવતઃ જૂઠા શાહ) શ્રાવકે નગર પ્રવેશોત્સવ કરાવ્યો. ત્યાંથી જતારણ નગર થઈ મેડતા નગર પધાર્યા. આ સમયે મેડતા નગર અનેક સમૃદ્ધિશાલી શ્રાવકોનું લીલાસ્થાન હતું. અનેક સૌશિખરી ગગનચુંબી જૈન મંદિરે નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. મંત્રીશ્વર કર્મચન્દ્રના પરાક્રમી અને બુદ્ધિશાલી પુત્ર ભાગ્યચન્દ્ર, લક્ષ્મીચન્દ્રને વસવાટ અહીં હત; એમણે હાથી, ઘોડા, રથ અને પાયદળ પુરુષની સાથે પંચ શબ્દ, ઢોલ, નગારા, નિશાનની મધુરધ્વનિ વડે મેટા સમારેહથી સૂરિજીને નગરમાં પ્રવેશાવ્યા. મંત્રીશ્વરપુત્રએ મહાજનેને એકત્ર કરી શ્રીફળની પ્રભાવના કરી. સમગ્ર શહેરમાં લ્હાણી કરી, યાચકને ઈચ્છિત દાન આપ્યાં. જિનમંદિરની મેટી પૂજા અને નંદી મહોત્સવાદિ કરાવ્યાં. અનેક ભવ્ય શ્રાવકેએ વ્રત પચકખાણ લીધાં, ત્યાં ફરી શાહી ફરમાન આવ્યાં. ત્યાંથી
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy