SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અસ્તરવાળું મેહનું પૂતળું જોવા મળતાં એમાં મન ઓતપ્રેત બની ગયું! ત્યાં હે વીતરાગ ! તારું મુખ યાદે ય ન આવ્યું. નાથ! મને એ ભાન ન રહ્યું કે આવાં મળ ભર્યા પૂતળાં તે જનમ જનમ જેયાં, ને જનમ જનમ એમાં મન લગાડ્યાં, તે શું એથી મનને ક્યારે ય તૃપ્તિ થઈ? અહીં પણ તૃપ્તિ છે ? એ રીતે તૃપ્તિ થાય નહિ. તૃપ્તિ થાય તે વીતરાગ તારા દર્શનથી, તારામાં ચિત્ત કરવાથી થાય. એમ કરવાની અહીં મળેલી ઉત્તમ તકને ઓળખતાં આવડવું નહિ અને ભૂખારવાપણું જ પોષાયે જાય એવા પરસ્ત્રીદર્શન કર્યો ગયે, એ દર્શનથી ચિત્તને ક્ષણિક ઠારવાનું કર્થે ગયે. આ મારી કેવી વિટંબણ! કેવી મેહુવશતા ! હે મારા નાથ! ખૂબી તે પાછી એ થઈ કે એમ પરસ્ત્રીમાં આંખોને ભટકાવી અને ચિત્તને લગાડીને વળ્યું તો કાંઈ નહિ; મનની કશી ભૂખ ભાંગી નહિ કે જંપ વળે નહિ, પણ ઉપરથી મારા પિંડને મારા આત્માને ફેગટ પાપથી ભયે ગયે! મારી આ કેવી ઘેલછા ! વળ્યું કાંઈ નડિ, ને ઉલટું આંખે બળતી રહી, વલખા મારતી રહી ને ચિત્ત પરરૂપમાં ચુંટતું રહ્યું, ને સજજનતા ભૂલતું રહ્યું.” હે નાથ! આ ઘેલછા કરવામાં કશી મને શુદ્ધ બુધ શાન-સમજ રહી નહિ, શુદ્ધ બુદ્ધિ આવી નહિ, આત્મ-ભાન રહ્યું નહિ, ને એથી જ મારે આત્મા આ ભવસાગરથી હજી સુધી તયે નહિ, સાગરમાં ભટકતો જ રહ્યો.” કવિ આગળ જઈને કહે છે–
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy