SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ અણધારી અનિષ્ટ ખટપટ ઊભી થાય એને ભેગ એને બનવા દેતા નહિ.” તમે તો કુમાર ! કાલે રાજા થશે, એટલે જગતના આધાર થશે. તેથી જેને પોતાના કર્યા, એના પર તમે વાત્સલ્ય-ભાવને જ ધરનારા બનજે. વિશેષ તમને શું કહેવું ? આ બાળાને અપમાન-અવગણનાનું પાત્ર ન બનાવશે. તમોને મહા ગુણસંપન્ન તરીકે જોયા છે, માટેજ આ વનવાસી પણ કન્યા તમને સેંપી છે. તમારા જેવા ગુણનિધિના સંપર્કથી આ પણ ગુણવતી બનશે. ચંદનના વનમાં ચંદનની સુવાસના સંપર્કથી પાસેને લીમડે પણ, ચંદન જેવી સુવાસવાળ બની જાય છે. હરણની ઘૂંટીમાં પેઠેલી ધૂળ પણ કસ્તુરીની સુવાસને પકડે છે. તેથી તમારા સંપર્ક કન્યા ગુણસમૃદ્ધ થાઓ. તમે એને બરાબર સંભાળજે એમ હું ઈચ્છું છું.” રાજર્ષિથી કહેવાયેલી અમૃતસમી વાણી, અને તે યુક્તિયુક્ત વાત્સલ્યભરી તેમજ ગદ્ગદ્ સ્વરે કહેવાયેલી, એણે કુમારના દિલને વીંધી નાખ્યું. આંખ આંસુથી ભરાઈ ગઈ. ઋષિદત્તા પ્રત્યે જબરદસ્ત લાગણું ઊભરાઈ ગઈ. મનને થયું કે “આવું અનહદ પ્રેમ સાથે પાલન મારા પ્રાણુના ભેગે પણ કરવું જ જોઈશે; નહિતર હું વિશ્વાસઘાતી અને નિર્દય ઠરું !” પ્રસંગ પ્રસંગને માન હોય છે. પુત્રી અને જમાઈ બંનેના વિદાય વખતને પ્રસંગ જ વિશિષ્ટ હોય છે. એના હિસાબે પણ રાજર્ષિની વાણી ભારે અસર કરી જાય છે.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy