SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મૂળ તે કન્યા પરણી લેવાના છે, પછી ચાહ્ય એ રુકિમણી હા, કે ઋષિદ્વત્તા. એમાં રુકિમણીના હજી કાંઇ અનુભવ મળ્યા નથી, તે અહીં આ મહાન તાપસ હરિષણની હકીક્ત સાંભળતાં આ કન્યા નિર્દોષ અને કેઈ પુરૂષના સંપર્ક માં નહિ આવેલી લાગે છે. તે એને જ કેમ ન સ્વીકારી લેવી ?’ એમ વિચારીને તાપસને કહે,–જેવી તમારી આજ્ઞા.’ કન્યા સાથે લગ્ન : ખસ, ત્યાં ઋષદત્તાને કનકરથ સાથે બહુ ઉલ્લાસથી પરણાવવામાં આવે છે. કનકરથ રાજપુત્ર તાપસના આગ્રહથી પછી ત્યાં કેટલાક દિવસ રાકાય છે. હવે કુમાર તાપસને કહે, ‘તાત ! હવે કૃપા કરીને મને રજા આપે! હું મારા પિતાજીના ચરણમાં પહાંચી જાઉ. ’ રાષિ` હરિષેણ આ સાંભળીને ગદ્ગદ્ સ્વરે કહે છે કન્યા અંગે માપ તાપસની ભલામણુ : ' જુએ કુમાર ! મારે હવે કાય પતી ગયું છે. તમારા જેવા જમાઈ ને પામી હું કૃતકૃત્ય બની ગયા છું તેથી હવે તમને વધુ રોકી શકતા નથી. પરંતુ મારી આ તમને ખાસ ભલામણ છે કે તમે આ કન્યા તરફ ખુબ રહેમ નજર રાખજો. કન્યા વનમાં જન્મીને વનમાં જ ઊછરી છે, તેથી એ મુગ્ધ છે, ભાળી છે, શહેરી વાતાવરણ એણે જોયુ' નથી, તેથી આંટીઘુ'ટીએ એ કશી જાણતી નથી. માટે તમે એને ખરાખર સભાળો; એની ભૂલભાલ ઉપર ઉદાર દિલ રાખી એને સમજાવી લેશે. મેટા રાજકુળની કેઈ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy