SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ભય સંતાપ થાય છે કે નહિ ? પૈસા બહુ ગમે છે તે ખર્ચા વધી જશે તો? ટેક્ષ લાગશે તો? વ્યાજ ઓછું આવશે તે??...વગેરે કેટલાં લફરાં ચિત્તમાં ઊઠે છે? ધન પર બહુ રાગના હિસાબે જ આ ભય-શંકા-સંતાપ ને? માટે સારાંશ આ છે કે રાગમાં ચિત્ત શાંત સ્વસ્થ નથી, અસ્વસ્થ છે, વિહ્વળ છે. વિહ્વળતા હોય ત્યાં સમાધિ ન હોય. વાત એ હતી કે જીવનભર રાગ-દ્વેષ કરી કરીને ચિત્તમાં અસમાધિને જ અભ્યાસ રાખ્યા કર્યો હોય તે શું અંતકાળે એ એકદમ ટળી જઈને સમાધિ આવશે? જે અહીં નહિ તે પછી પરકમાં સમાધિ મળશે? પ્રીતિમતી રાણીએ જીવનને આ ઊંચે ઊદ્દેશ પર કે માનવ-જીવન આ સમાધિને ખૂબ અભ્યાસ કરી અંતે સમાધિ સિદ્ધ કરવા માટે છે, જેથી પર્લોકમાં સહેજે સમાધિ આત્માની સાથે જ હોય. આ સમાધિનો અભ્યાસ કયાં થાય ? ખાનપાન અને મોહમાયાને સંગ રાખ્યા કરવાથી એ ન થા. એમાં તે રાગાદિ પિષાયા કરે, ને તેથી ચિત્તમાં અસમાધિ જ રહ્યા કરે. સમાધિ તે મોહમાયાના રંગનો ત્યાગ કરી તપનું જીવન જીવવાથી મળે. બસ રાણીને આની લગન લાગી, તેથી પોતે સગર્ભા છતાં એણે એ વાત છુપાવી રાખી, જેથી રાજા તપવનમાં આવવાનો ઈન્કાર ન કરે, ને તપ સંયમમાં અંતરાય ન થાય. પરંતુ હવે પાંચ મહિને ગર્ભ પ્રગટ થયાથી શું કરે ?
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy