SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ બસ્મિલને વિપુલ સંસાર ૨૮૯ જુઓ, સનતકુમાર મહર્ષિની શૈરાગ્ય ભાવના, ચક. વર્તીના વૈભવનું વર્ણન તે તમે ઘણી વાર સાંભળ્યું હશે. “અજિતશાંતિતવમાં ‘કુર નવા થrs ની ગાથામાં ચક્રવતીના લગભગ બધા વૈભવનું વર્ણન આવી જાય છે. આવા વૈભવવાળા સનતકુમાર ચક્રવર્તી ધર્મનું શરણ અંગીકાર કરે છે. સર્વને ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ ન બાહ્યસહારે,” સર્વ પ્રભુએ કહેલે ધર્મ જ સુશરણ રૂપ છે, માટે હે ભવ્ય ! મનમાં અપૂર્વ વીલ્લાસ અને સર્વ કહેલા ધર્મનું તું આરાધન કર. એકાંતે અનાથ એ તારો આત્મા ધર્મના ભેગે સનાથ બનશે ધર્મ પામ્યા વગરને આત્મા એકાંતે અનાથ છે, જેમાં ત્રણ દિવસના ભૂખ્યા સિંહના પંજામાં સપડાયેલા હરણને જંગલમાં કેઈનું શરણ નથી તેમ ગમે તેવાં તમારા પડખાં મજબૂત હોય પણ અંતે કે શરણરૂપ નથી, ધર્મથીજ આત્મા સનાથ બને છે. ‘તમે એમ નહીં માનતા કે જેની પાસે લાખો કરોડો રૂપિયા છે, અને જેને ત્યાં મલે અને કારખાનાં ચાલે છે તે અનાથ છે. તે પણ જે ધર્મને ન પામ્યા હોય તે મોટા અનાથ છે.”
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy