SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શીયળનું તેજ ૨૫૫ લગભગ આ વિષમ સમયમાં દુનિયામાં વાસનાના કીડા ખદ બદે છે. આજે કેટલાક ઈંડા જેવી અભય વસ્તુઓમાં વિટામીન ડી અને સીની શોધ ચલાવે છે. પણ તે મોટી બ્રમણ છે. સાચું વિટામીન બ્રહ્મચર્યમાં જ છે. માનવી સંયમી બને તો તેને બીજા વિટામીનની જરૂર નથી. બ્રહ્મચર્ય એ શરીરને રાજા છે. રાજા નબળે પડે એટલે અનેક રોગો ઘર ઘાલી જાય છે. મનુષ્યો તુચ્છ પદાથેની રક્ષા કરે છે. પણ મહાકિ મતી એવા શીયલની રક્ષા કરતાં નથી. તેના રક્ષણથી-પાલનથી મનુષ્ય માત્ર તેજસ્વી. શૂરવીર, ધર્મવીર બની જગતમાં પૂજાય છે. બ્રહ્મના પાલન સિવાય આત્મ સ્વરૂપમાં રમણતા આવવી અશક્ય છે, તેના પાલન અર્થે સાત્વિક ખોરાકની તેમ સારી સોબતની ગાઢ જરૂર છે. સને રાષ્ટિ. સહશિક્ષણના કારણે આ મહાન વ્રત પામવું અશકય થઈ ગયું છે. શીયળ વિનાના સૌન્દર્યની પણ કંઈ કિંમત નથી. શીયળની સજઝાય (રાગ-આશાવરી) મહિમા અપરંપાર, શીયલને મહિમા અપરંપાર, બ્રહ્મચર્ય વ્રતધાર પ્રાણ, મહિમા અપરંપાર શીયલ-૧ મદનરાજની માયાભારી, પલમાં કરે વિકાર, જેણે જ એ દુશ્મનને, જાયે તરી સંસાર શીયલ-૨ વિજય શેઠને વિજયાનારી, યવન વય ધરનાર. બ્રહ્મચર્ય વ્રત આચરી જેણે, સફલ કર્યો અવતાર શીયલનો-૩ સીતા સુભદ્રા ચંદનબાલા, શીલવંત નાર, એ સતીઓને અનુપમ ગુણને, ગાયે સહુનરમાર શીયલને-૪
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy