SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ના આત્મકારક ગુણવર્મા ૧૪૩ આશ્ચર્ય પામ્યા અને પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને બે હે પુત્ર! તારી હિંમતથી હું ખુશ થયો છું અને તને ઈચ્છીત વર માંગવાનું કહું છું. કુમાર કહે ખરેખર જે આપ રાજી થયા હો તે મેગીને મંત્ર સિદ્ધિ કરી આપે. દેવ કહે તેને તે સિદ્ધિ કરી આપી જ છે. પરંતુ તું કાંઈક માંગ દેવદર્શન નિષ્ફળ ન જવા જોઈએ. જે એમજ છે. તો હે દેવ ! મને કહે કે મારી પત્નિ મારા પ્રત્યે અનહેદ પ્રેમવાળી છે. નવયુવાન છે. છતાં શા માટે શીલ ધારણ કરી મને દૂર રાખે છે ? અવધિજ્ઞાનના પ્રભાવથી દેવ તેની વાત જાણીને બે કે હે કુમાર ! અત્યારે સૂર્યોદય થવાની તૈયારી છે. તું જે પૂછે છે તે તરતજ કહી શકાય તેમ નથી પરંતુ તે માટે આ અંજન (યૌગિક અંજન) તું લઈજા. આ અંજનથી તું અદશ્ય થઈ શકીશ. કે તને જોઈ શકશે નહિ. આ અંજનના પ્રભાવથી તેને તારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. એમ કહી દેવ અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ કુમાર મેગીના ચરણે નમ્યા ત્યારે યાગીએ તેને ઉપકાર માન્ય. તારી મદદથી જ મારી આઠ વર્ષની મહેનત ફળી અને સિદ્ધિ મળી છે માટે તારે ઉપકાર માનું તેટલો ઓછો છે. તારા ઉપકારના કરજમાંથી હું તને શું આપુ? કુમાર કહે ગીરાજ આપની કૃપા સિવાય બીજુ કશું જ મારે જોઈતું નથી. એમ કહી પઢિએ કુમાર પિતાના આવાસે ગયે. થેલીવાર આરામ કર્યો ત્યાં સૂર્યોદય થઈ ગયે. ઊઠીને કનકવતીને મહેલે જઈ તેની સાથે મઘુર
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy