SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હાથના કર્યા હૈયે વાગ્યાં ૧૦૭ સંસારમાં સગાંઓ સૌ સ્વાર્થ પૂરતા જ છે. બે આંખે મિંચાઈ ગયા પછી કદી કઈ યાદ પણ કરતું નથી. અજ્ઞાન માનવીઓ મારૂં તારું કરીને જીવનભર કલેશકંકાશ અને અશાંતિ વહેરે છે. અને જન્માંતરે પણ તેના સાથે લઈ જાય છે. અને પરભવ પણ બગાડે છે. માટે કોઈપણ પ્રત્યે કદી રાગ કે દ્વેષ રાખ નહિ. રાગ-દ્વેષ એ આત્માના દુશ્મન છે. માટે તેને રાખવા નહિ. અજ્ઞાન અને અંધકારમાં ડૂબેલ માનવીને સાચો રાહ દેખાતું નથી. સ્ત્રી એ સર્વ પાપનું મૂળ છે. છતાં તેનાં પ્રત્યે અનહદ માયા રાખી વ્યર્થ જીવન બરબાદ કરે છે. સ્ત્રીની અગડાઈ અંગભગી અને મદન્મત્ત દેહ લાલિત્ય જોઈ ભલભલા પીગળી જાય છે. અને વિષયવાસનામાં પડી નર કની ગતિ પામે છે. જગતમાં જે કઈ સત્ય હોય તે પરમ કૃપાળુ જિનેધરદેવ, ગુરૂ મહારાજ અને જિન ધર્મ-તે તમને સત્યના રાહે લઈ જશે. જન્મમરણના ફેરામાંથી મુક્તિ અપાવશે તેજ તારણહાર છે. આટઆટલું જાણવા છતાં–અહંકારી માનવી માને છે. કે આ મેંકર્યું છે. આ હું કરું છું. આ હું કરીશ. બધું જ વ્યર્થ છે. “કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટને ભાર જેમ શ્વાન તાણે આ જાણુને બ્રાહ્મણ પોતે વિચારે છે. કે અહો આટલું જાણ્યા પછી હવે મને લાગે છે. કે ખરે જ હું મૂર્ખ
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy