SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સામાયિક-વિજ્ઞાન. ગૌતમ સ્વામીએ કહ્યું : “હે શિષ્ય ! મારા ગુરુ પાસે જવું છે.” હાલિક મુનિએ કહ્યું : “તમે પોતે મોટા મહાત્મા છે. શું તમારા માથે પણ ગુરુ છે? તે એ ગુરુ કેવા હશે ?” શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું : “એ સર્વજ્ઞ અને સર્વદશી મહાપુરુષ છે તથા ત્રીશ અતિશયથી યુક્ત છે. આ કાલે તે તેમના જેવા અન્ય કોઈ ગુરુ મળવા મુશ્કેલ છે.” પછી બંને જણા ભગવાન મહાવીર સમીપે આવ્યા. ત્યારે હાલિક મુનિએ પૂછ્યું કે “હે ગુરુ મહારાજ ! આ સામે બેઠા એ કેણ છે ? ” શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું : એ જ મારા ગુરુ છે. એ સાંભળી હાલિક મુનિએ કહ્યું : જો એ જ તમારા ગુરુ હોય તો મારે તમારી સાથે રહેવું નથી અને મારે આ દીક્ષા પણ જોઈતી નથી.” એમ કહી રજોહરણ વગેરે ત્યાં જ મૂકી તે તરત ચાલ્યો ગયો. ત્યાર પછી શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરીને પૂછયું કે “હે ભગવન્! તમારા જેવા સમગ્ર લેકને આનંદ ઉત્પન્ન કરનાર પુરુષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે, એ જોઈ મને આશ્ચર્ય થાય છે.” ભગવાને કહ્યું : “હે ગૌતમ! મેં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો, તેને જીવ એ ખેડૂત થયેલ છે. તેથી મને જોતાં જ એને દ્વેષ થયે. રાગદ્વેષના પ્રબલ સંસ્કારે ભવાંતરમાં પણ ઉદયમાં આવે છે.” પ્રશ્ન-એક મનુષ્ય વિદ્વાન કે ચતુર હેય, તેની પ્રશંસા
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy