SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષને ત્યજો ૨૦૧ પ્રશ્નોત્તરી પ્રશ્ન-આપણને એક વસ્તુ ગમે છે અને બીજી વસ્તુ ગમતી નથી, તેનું કારણ શું ? ઉત્તર-આપણને એક વસ્તુ ગમે છે અને બીજી ગમતી નથી, તેનુ કારણ આપણા અંતરમાં રહેલી રાગ અને દ્વેષની વૃત્તિ છે. જ્યારે આ બને વૃત્તિએને ક્ષય થાય છે, ત્યારે ગમા—અણુગમા જેવું કંઇ રહેતુ નથી. પ્રશ્ન-આપણે બે વ્યક્તિઓને જીવનમાં પહેલી જ વાર મળતા હોઇએ, ત્યારે એક પર સ્નેહ-સદ્ભાવ જાગે છે અને બીજા પર અપ્રીતિ કે અણગમે! થાય છે, તેનુ કારણ શું? ઉત્તર-આમ થવાનું મુખ્ય કારણ પૂર્વભવના સંબધા છે. જેની જેડે પૂર્વભવમાં સારા સબંધ બંધાયા હાય, તેને નજરે જોતાં સ્નેહ-સદ્દભાવના જાગે છે અને જેની જોડે પૂર્વભવમાં વેર બંધાયેલું હાય, તેને નજરે જોતાં અપ્રીતિ કે અણગમા જાગે છે. તે અ ંગે ભગવાન મહાવીરના જીવનની એક ઘટના જાણવા જેવી છે. શ્રી ગૌતમ સ્વામીએ એક હાલિકને-ખેડૂતને પ્રતિબેધ કર્યાં અને તેણે સંસારને અસાર જાણી તરત જ તેમની પાસે દીક્ષા લીધી. પછી ગૌતમ સ્વામી એ શિષ્યને લઇને ભગવાન મહાવીર પાસે જવા નીકળ્યા. તે વખતે હાલિક શિષ્યે પૂછ્યું : ‘ ભગવન્! આપણે કયાં જવું છે ? ' શ્રી
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy