SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ મન જીતવાની કલા ૧૮૭_मना मनोरथ छांडिये, तेरा किया न होय; .. पानीसे घीव निकले, रूखा खाय न कोय. - “હે મન! તું મિથ્યા મનોરથે છેડી દે, કારણ કે તારું ચિંતવેલું કંઈ થતું નથી. જે પાણીમાંથી ઘી નીકળતું હોત તો આ દુનિયામાં કેઈ લૂખું ખાત નહિ.” તાત્પર્ય કે પૌગલિક પદાર્થોના મને વડે સાચું સુખ મેળવવાને પ્રયત્ન કરે, એ પાણી લેવીને ઘી કાઢવા જે નિરર્થક છે.” આગળ કહે છેઃ મુગતિ તણું અભિલાષી તપિયા, જ્ઞાન ને દયાન અભ્યાસે; વયરી કાંઈ એહવું ચિંતવે, નાંખે અવળે પાસે- કુંથુજિન ૩ આ જગતમાં મુક્તિ, મોક્ષ કે નિર્વાણ પ્રાપ્તિના હેતુથી કેટલાક મનુષ્ય વિવિધ પ્રકારનાં તપ કરે છે, કેટલાક મનુષ્ય જ્ઞાનમાં મસ્ત બને છે, તો કેટલાક મનુષ્ય ધ્યાનને અભ્યાસ કરે છે, પરંતુ એ બધાને મનની નડતર બહુ મોટી છે, કારણ કે તે ગમે ત્યારે ગમે તેવું ચિંતન કરવા લાગી જાય છે અને એ રીતે તપસ્વીના તપને, જ્ઞાનીને જ્ઞાનનો અને સ્થાનીના સ્થાનનો ભંગ કરે છે. તાત્પર્ય કે તેમણે જે પરિણામ લાવવા ધાર્યું હોય, તેથી ઊલટું જ પરિણામ લાવી દે છે. - , અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે આપણું મન
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy