SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ | સામાયિક-વિજ્ઞાન જરૂર રહે છે. જેમ કે--કઈ વસ્તુને સ્પર્શ થાય ત્યારે જ સ્પર્શનેન્દ્રિય તેને સુંવાળે–ખરબચડે આદિ સ્પર્શ જાણી શકે છે. “અત્યારે ઠંડા પવન વાય છે કે ગરમ લૂ ઝરે છે.” એવે અનુભવ થવામાં શીત કે ઉષ્ણ પરમાણુઓને સંપર્ક કારણભૂત હોય છે. તે જ રીતે કઈ વસ્તુને જીભને સ્પર્શ થાય, ત્યારે જ તે તેને સ્વાદ જાણી શકે છે. નાકને પણ સુવાસિત કે દુર્ગધવાળા પરમાણુઓને સંપર્ક થાય ત્યારે જ તે વાસ પારખી શકે છે અને કાનને પણ શબ્દનાં મિજા અથડાય ત્યારે જ તે શબ્દના પ્રકારને જાણી શકે છે. આ કારણે આ ચાર ઈન્દ્રિયેને “પ્રાકારી માનવામાં આવી છે પરંતુ ચક્ષુરિન્દ્રિયને પિતાને વિષય પકડવા માટે વસ્તુને સંપર્ક કરવાની જરૂર પડતી નથી. તે અહીં બેઠાં જ લાખોક્રોડ માઈલ દૂર રહેલા ચંદ્ર, સુર્ય, તારા વગેરેનું દર્શન કરી શકે છે. મનનું પણ એવું જ છે. તે અહીં બેઠું જગતની કઈ પણ વસ્તુ સંબંધી વિચાર કરી શકે છે. આ કારણે ચક્ષુરિન્દ્રિય તથા મનને “અપ્રાકારી માનવામાં આવ્યાં છે. તેથી મન ભાગે છે, દોડે છે, બ્રમણ કરે છે. પરિભ્રમણ કરે છે, જાય છે, વગેરે શબ્દપ્રયોગોને પચારિક સમજવાના છે. તે એક વિષયને છેડી તરત બીજાને પકડે છે અને બીજો વિષય છેડી તરત ત્રીજાને પકડે છે, એ જ એની ચંચલતા છે. - મને અહીં બેડું બેડું ઢંગધડા વિનાના ગમે તે વિચાર કર્યા કરે, તેથી આપણને કંઈ લાભ થતું નથી. તે અંગે સંત કબીરે કહ્યું છે કે
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy