SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમારોહના અતિથિવિશેષ શ્રીમાન્ જયંતિલાલ રાજપાળ શાહ જેમના જીવનમાં સ્વાશ્રય, સંસ્કાર અને સેવાપરાયણતાના સુંદર સ્વસ્તિકે પૂરાયા છે, એવા શ્રીમાન જયંતિલાલ રાજપાળ શાહને ટૂંક પરિચય કરાવતાં અમને આનંદ થાય છે. સૌરાષ્ટ્ર્ધ્વ–સુરેન્દ્રનગર નજીક મૂળી ગામમાં સને ૧૯૧૪ ના મા મહિનાની ૧૭ મી તારીખે સ્થાનકવાસી વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં તેમનેા જન્મ થયા. પિતા રાજપાળભાઈ તથા માતા ડાહી બહેન પરગજુ સ્વભાવનાં હતાં તથા ધર્મના રંગે રંગાયેલાં હતાં, એટલે શ્રી જયંતિભાઇને ઉછેર સેવામય ધામિ`ક વાતાવરણમાં થયા. પ્રાથમિક કેળવણી કેાંઢ અને મૂળીમાં લીધા પછી તે અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા અને શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં અભ્યાસ કરવા લાગ્યા. અહીં છાત્રાલયના ગૃહપતિ શ્રીમનસુખરામ અને પચંદ શાહ તથા વિદ્યાલયના મુખ્ય શિક્ષક શ્રી ધીરજલાલ ટોકરશી શાહના હાથે તેમના જીવનનું સુંદર ઘડતર થયુ. એ વખતે ગાંધીયુગની આભા સત્ર પ્રસરી હતી, એટલે તેના સંસ્કારો પણ તેમના જીવન પર સારા પ્રમાણમાં પડ્યા. ' વિનીત થયા પછી તેમણે છાત્રાલય છેડયું અને મુંબઈ આવી નોકરી કરવા લાગ્યા. તેને કેટલાક અનુભવ લીધા પછી તેમણે · મે. જયતિલાલ એન્ડ બ્રધસ''ના નામની પેઢી ખેાલી જુની મશીનરી, લાખંડ, તથા અન્ય ધાતુઓ અને તેના ભંગારના ધંધા શરૂ કર્યાં. ખંત, પ્રામાણિકતા અને સાહસિકવૃત્તિને લીધે થેાડા જ વખતમાં તેમના યુધાના વિસ્તાર થયા અને તે દારૂખાનાની એક પ્રતિષ્ઠિત પેઢી મની, જે આજે પણ એ સ્થાન સાચવી રહી છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy