SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૫o સામાયિક-વિજ્ઞાન હતું. તે અંગે વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે તવાર્થાધિગમસૂત્રની સંબંધકારિકામાં કહ્યું છે કેजन्मजरामरणात जगदशरण्यमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शुभाय धीमान् प्रवत्राज ॥ १५ ॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिवत् समारोप्य ॥१६॥ “જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ જોઈ, વિશાલ પરંતુ નિઃસાર એવા રાજ્યસુખને ત્યાગ કરી, એ મેઘાવી મહાપુરુષ શમસાધના માટે પ્રત્રજિત થયા અને તેમણે સામાયિકકર્મ કરવાપૂર્વક વ્રતનો વિધિવત્ સ્વીકાર કરીને અશુભને શમાવનાર તથા મેક્ષને સાધનાર શ્રમણલિંગને ધારણ કર્યું.' આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરે સંસાર છોડીને પ્રત્રજ્યા અંગીકાર કરી તેને મુખ્ય હેતુ શમસુખ હતું અને તે સામાયિક વડે જ સિદ્ધ થઈ શકે એવું હતું, તેથી તેમણે સામાયિક નામની શાસ્ત્રવિહિત યોગસાધનાને સ્વીકાર કર્યો અને આ સાધના યથાર્થપણે થઈ શકે તે માટે તેમણે વિધિપૂર્વક પાંચ મહાવ્રતો ધારણ કર્યા. અનેકવિધ ઉપસર્ગો અને પરીષહ સહન કરવાને પ્રસંગે પ્રાપ્ત થવા છતાં તેઓ પિતાની આ સાધનામાંથી ચલાયમાન થયા ન હતા અને અંતે સિદ્ધિ પ્રાપ્ત કરીને
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy