________________
સામાયિકને મહિમા પાપકાર પુણ્યની આશાએ નહિ, પરંતુ પિતાનું કર્તવ્ય સમજીને કરવાનો છે. એ રીતે કરાયેલ પરોપકાર ઘણે ફલદાયી થાય છે.
પ્રશ્ન–શ્રેણિક રાજાને જે ચાર ઉપાય બતાવવામાં આવ્યા. તે સાવ સામાન્ય કેટિના હતા. શું એવા ઉપાયથી નરકગતિનું નિવારણ થાય ખરું ?
ઉત્તર–ભગવાન મહાવીર સર્વજ્ઞ અને સર્વદશી હતા, તેથી તેઓ જાણતા હતા કે શ્રેણિકની નરકગતિનું નિવારણ થવાનું નથી, પણ તેમણે શ્રેણિકના મનનું સમાધાન કરવા માટે આ પ્રકારના સાવ સામાન્ય ઉપાય બતાવ્યા. છતાં તે જઈ ન શક્યા, એ શું બતાવે છે? ભવિતવ્યતા બળવાન છે.