________________
ગાંધર્વ વિવાહ
૮૩ -
મલિકાને બદલે અનંગસેના શા માટે! એવો એક વિચાર તેને આવી ગયો હતો. પણ તેના મને તેનું સમાધાન કરતાં જણાવ્યું કે “મહારાજા બિમ્બિયારે સુષ્ઠાને બદલે આવેલી ચેલાણાને રાણી તરીકે શા માટે અપનાવી લીધી? એ તો જે મળ્યું તે આપણું.
નીતિમાં માનનારા કતપુણ્યના વિચારોએ એકાએક શા માટે પલટો ખાધે, તે તે પોતે પણ સમજી શકો નહતો.
માનવબળ અને મને બળમાં ઘણો ફરક હોય છે. માનવબળ સત્તા ઘડે છે અને મનોબળ જીવન ઘડે છે. બંનેમાં શ્રેષ્ઠ ઘડતર મને બળનું હોય છે. ઉચ્ચ જીવન માનવને તારે છે. સત્તા ભર્યા જીવન માટે કાઈ માર્ગ નિશ્ચિત હોતો નથી.
તપુણ્યનું મબળ નબળું હતું. નબળા મન પર ક્ષુલ્લક વિચારોએ પ્રભુત્વ જમાવ્યું. વાસના સાથે વગર હકકની લક્ષ્મી મેળવવાની પણ તેને લાલસા જાગી.
તેણે મન સાથે નકકી કરી લીધું કે, પિતાના વિચાર ગુપ્ત રાખવા જોઈએ. જે તેમાનું કંઈ પણ પ્રકટ થઈ જશે તો જે સ્થાન, જે સૌંદર્ય અને જે સંપત્તિ પિતાને મળવાની છે, તે ખસી જશે.'
અને એવા તરંગી વિચારોમાં તે નિદ્રાધિન બને. એક સુંદર પણ નાજુક પલંગ પર દોઢ વેંત જેટલી જાડી ગાદી બિછાવવામાં આવી હતી. તે ગાદીપર મખમલની ખેાળ ચઢાવવામાં આવી હતી. બાજુની બારી પર લટકાવવામાં આવેલી બારીક કાપડના પડદામાંથી આવતો સત પવન મચ્છરદાનીમાં થઈને તેના દેહને આહાદુ અપી રહ્યો હતો. નિદ્રામાં તે એક સુંદર સ્વપ્ન નિહાળવા લાગ્યો.
પિતે એક સુંદર બાગમાં પુષ્પોથી શણગારેલા ખુલા પર ખૂલી રહ્યો છે, આજુબાજુ અપ્સરાઓનું એક વર્તુળ છે, દરેકના હાથમાં એક એક પુષ્પની માળા છે. દરેક અપ્સરા પિતાને વરમાળ પહેરાવવાને ઉસુક બની રહી છે. પણ પહેલો અધિકાર કેનો, એ નકકી થઈ શકતું નથી. તે નકકી કરવા માટે સૌ એક બીજીની સ્પર્ધા