________________
પ્રકરણ ૧૦મું
એ બહેને મોટી બહેન, તમારે આ સુકોમળ દેહ કષ્ટ સહન કરી સકશે?”
શા માટે નહિ કરે ? આજે દેશદેશમાં પગે વિહાર કરતા વધમાન સ્વામીની સાહેબી આપણે કરતાં ઓછી હતી ? આપણી પાસે તો ફક્ત લક્ષ્મી છે, જયારે તેમની પાસે તો લક્ષ્મી ઉપરાંત સત્તા પણ હતી. એક રાજવંશ પુરૂષ , સંસારનો મોહ જેમ સર્પ કાંચળી ઉતારે તેમ ઉતારીને પોતાની કાયાને દમે, ભર જંગલમાં વ્યાઘ્ર વરૂ, સપ” અને જંગલીઓના ત્રાસ સહન કરીને તેમને સમભાવની વ્યાખ્યા સમજાવે, ટાઢ તડકાને સરખાં ગણે અને પિતાના કર્મોને ખપાવે, ત્યાં મારા જેવી છે કે સામાન્ય સ્ત્રો આટલો ત્યાગ કરવાની ધૃષ્ટતા, શું ન કરે ?”
કૃતપુર્વ કુમાર જયારે પોતાના ઘેરથી નીકળીને મલિકાના આવાસ આવ્યા ત્યારે મલ્લિકા અને તેની નાની બહેન અનંગસેના વચ્ચે જે ચાલતી ચચ અધૂરી રહી હતી, તે ચર્ચા ફરીથી શરુ કરવામાં આવી હતી.
સાંજના ભોજન પછી કૃત પુણ્યને વિચારવા માટે સમય આપવાના ઉદ્દેશથી તેને એક સુંદર પણ નાને ખંડ સુપ્રત કરવામાં આવ્યો હતે. કુતપુણા તેમાં બેઠા બેઠા પોતે શું કરવું તેનો વિચાર કરી રહ્યો હતો, જયારે મલ્લિકા સાથે અનંગસેના બીજા ખંડમાં ચર્ચા કરી રહી હતી.