________________
કયવન્નાશેઠનું સૌભાગ્ય
શાંત બની જઈને બોલી.
તેના ચહેરા પર પવિત્ર તેજ ઝળકવા લાગ્યું. તેના આત્માને અવાજ આખરે મુખદ્વારા બહાર આવ્યો.
સેવિકાએ તે ખંડમાં પ્રવેશ કર્યો. ખંડની ચારે બાજુની ભીંતોના ગોખમાં સુવાસિત તેલના દીપકે સળગાવ્યા. દરેક ગોખ પર જુદાજુદા રંગના રેશમી પડદા નાખ્યા. તેમાંથી દીપકનો આવતા પ્રકારના જુદા જુદા રંગોમાં શોભવા લાગ્યા.
- કૃતપુણ્ય મલ્લીકાનું કથન સાંભળીને વાચા રહિત બની ગયે હતો. આ પંકિતાને શો જવાબ આપવો, તે તે સમજી શકતા નહતો. તેની મુંઝવણમાં જાણે આશ્વાસન આપવા આવી ન હોય, તેમ સેવિકાએ સુવાસિત તેલના દીપ પ્રકટાવ્યા.
સૂર્યાસ્તને ખ્યાલ આપતા પ્રફલા દીપકને નિરખતાં મલ્લિકા બોલી.
* “કૃતપુણ્ય કુમાર, સ્વભાવિક છે કે મારું કથન તમને મુંઝવણમાં મૂકે. જુઓ સૂર્યાસ્તની આગાહી રૂ૫ આ દીપકે પ્રકટયા છે. તમે અમારી સાથે ભેજન લે. પછી એકાન્તમાં વિચાર કરી જુઓ ઉતાવળ કરવાની જરૂર નથી. કારણકે આ પ્રશ્ન ગંભીર છે.”
મલિકાના શબ્દોને પાને સ્વીકારતો હોય તેમ કૃતપુર્ણ નિરૂત્તર બનીને એકી નજરે એક આસમાની દીપક તરફ જોઈ રહ્યો.
*
* *