________________
કયવનાશેઠનું સૌભાગ્ય
ચૈત્ર સુદ તેરસની રાત્રે જન્મેલા પુત્રનું નામ સિદ્ધાર્થ રાજાએ વર્ધમાન રાખ્યું. કારણ કે વર્ધમાન કુમારના ગર્ભ માં આવ્યા પછી રાજ્યમાં ધન-ધાન્યની વૃદ્ધિ થઈ હતી.
વધ માનકુમાર બાયકાળથી જ તેજસ્વી હતા. બાલ્યકાળથીજ તે અહિંસા અને સત્યને વળગી રહ્યા હતા. તેમને એક વખત તેમનાં માતા પિતાને સંસાર ત્યાગવાની વાત કરી. પણ માતા પિતાએ તેમને તેમ કરતાં અટકાવીને તેમનું લગ્ન સમારવીર નામના રાજાની પુત્રી યશોદાદેવી સાથે કરી નાખ્યું. તેમની ઇચ્છા લગ્ન કરવાની નહોતી, છતાં માતા પિતાના સંતોષને ખાતર તેમણે પ્રભુતામાં પગલાં માંડયા.
તે વખતે તેમને નંદિવર્ધન નામના મોટા ભાઈ અને સુદર્શના નામની નાની બહેન હયાત હતાં.
યશોદાદેવીની કૂખે એક પુત્રી જન્મી, તેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું. - વર્ધમાન સ્વામી જયારે અઠ્ઠાવીસ વરસના થયા ત્યારે તેમનાં માતા પિતા સ્વર્ગે સિધાવ્યાં. માતા પિતાનાં મૃત્યુ પછી તેમણે તેમના મોટા ભાઈ નંદિવર્ધન પાસે પોતાની ઈચ્છા પ્રકટ કરી. પણ નંદિવર્ધને બે વરસ થોભી જવાનું કહેતાં જણાવ્યું કે, “ભાઈ, માતા પિતાના મૃત્યુનો ઘા રુઝાયો નથી. માટે બે વરસ થોભી જાવ તો સારૂં.” વડિલ બંધુની ઈચ્છાને આજ્ઞા માનીને વર્ધમાન સ્વામી બીજા બે વરસ સંસારમાં રહ્યા.
તેમની પ્રતિભા, શકિત અને તેમને સંયમ જોઈને લોકો તેમને મહાવીર કહેતા હતા. સુવર્ણ જેવા વણ જેવી તેમની તેજસ્વી કાયા સંપૂર્ણ સાત હાથ ઊંચી હતી.
- ૧ પ્રિયદર્શનાનું લગ્ન મહાવીર સ્વામીની બહેન સુદનાના પુત્ર જમાલી સાથે થયું હતું. તે વખતે ક્ષત્રિયામાં મામા ફૂઇના છોકરાંઓનાં લગ્ન થઈ શકતાં હતાં,